Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ઇન્‍ડીયન ઓઇલ કોર્પોરેશન લી. દ્વારા સતર્કતા સપ્‍તાહની ઉજવણી

આનંદપર ગામમાં સ્‍કુલના બાળકો અને ગ્રામજનોને માર્ગદર્શન અપાયુ

રાજકોટ,તા.૯ : ભારત સરકાર દ્વારા ભષ્‍ટાચાર મુકત ભારત- વિકાસશિલ ભારતનો વિષય જાહેર કરવામાં આવેલ છે જેના ભાગ રૂપે ત્‍બ્‍ઘ્‍ દ્વારા બાળકોમાં નાનપણ થી ભષાાચાર માટેની જાગરૂકતા વધે અને મહાન ભારત ની રચના કરી શકાય એ હેતુ થી સલાયા મથુરા ક્રૂડ ઓયલ પાઈપલાઈન પરના આણંદપર ગામમાં આવેલી સરકારી સ્‍કૂલમાં સતર્કતા ઉપરના વિવિધ પ્રોગ્રામ કરવા માં આવેલા જેમાં ઇન્‍ડીયન ઑયલ ના    ડેપ્‍યુટી જનરલ મેનેજર ધર્મેન્‍દ્ર ખન્‍ના, ચીફ વિજિલન્‍સ મેનેજર  ફુરમલ મારન્‍ડી,   વિજિલન્‍સ મેનેજર, અવધેશ મોર્યા  અને આસિસ્‍ટન્‍ટ મેનેજર અકીલ પટેલ ઉપસ્‍થિત રહયા અને હાજર જન મેદનીને સ્‍વચ્‍છ સમાજનું નિર્માણ કરવા માટે ભષ્‍ટાચાર રોકવા માટે સોગંદ લેવડાવ્‍યા અને લોકોને પ્રોત્‍સાહિત કર્યા હતા.
 ગામના સરપંચ  ધનરાજ સિંહ રાઠોડ તરફ થી એમના આગેવાન એવા દોલુભા, સ્‍કૂલ અધ્‍યાપક અશ્વિનભાઈ, પંચ્‍યાત કાર્યકર્તા સૂર્યદિપ સિંહ અને મોટી સંખ્‍યા માં બાળકો અને ગ્રામ જાણો હજાર રહીને  પ્રોગ્રામને સફળ બનાવ્‍યો હતો.
 પર્યાવરણ માટે પ્રોત્‍સાહન કરવા માટે ચીફ વિજિલન્‍સ મેનેજર ફુરમલ મારન્‍ડી અને અન્‍ય દ્વારા સ્‍કૂલમાં વળક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું .

 

(4:05 pm IST)