Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

શહેર ભાજપ જનતાનો અભિપ્રાય લેશેઃ તમામ વોર્ડમાં અગ્રેસર ‘ગુજરાત કેમ્‍પેઇન' નો પ્રારંભ

રાજકોટઃ આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે ત્‍યારે પ્રદેશ ભાજપની યોજનાનુૃસાર સંકલ્‍પપત્ર જાહેર કરતા પહેલા ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવા માટે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલજીના હસ્‍તે અગ્રેસર ગુજરાત કેમ્‍પેઇન લોન્‍ચ કરવામાં આવેલ છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા શહેરના તમામ વોર્ડમાં અગ્રેસર ગુજરાત કેમ્‍પેઇનનો પ્રારંભ કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે આ તકે શહેરના વિવિધ વોર્ડમાં મુખ્‍યચોકમાં અગ્રેસર ગુજરાત કેમ્‍પેઇનનું લોચીંગ કરી જનતાના પ્રમુખ સૂચનો સૂચનબોક્ષમાં લેવામા આવેલ હતા. આ તકે વિવિધ વોર્ડમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, કશ્‍યપ શુકલ, રક્ષાબેન બોળીયા, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, શહેર ભાજપના મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, પુષ્‍કર પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા.

 

(4:05 pm IST)