Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ખાદ્યતેલોમાં મંદી : સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧પ રૃા. ઘટયા

૩ દિ'માં સીંગતેલમાં ૪પ અને કપાસીયા તેલમાં પ૦ રૃા. તૂટયા

રાજકોટ, તા., ૯:  ખાદ્યતેલોમાં મંદીનો દોર યથાવત રહયો છે. આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧પ રૃપીયાનો ઘટાડો થયો હતો.

સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળી અને કપાસની આવકો વધતા સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો તૂટી રહયા છે. સીંગતેલમાં આજે વધુ ૧પ રૃપીયાના ઘટાડા સાથે સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ ૧પ૧પ રૃા. હતા તે ઘટીને ૧પ૦૦ રૃા. અને  સીંગતેલ નવા ટીનના ભાવ ર૬પપ થી ર૭૦પ રૃા. હતા તે ઘટીને ર૬૪૦ થી ર૬૯૦ રૃા. ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. તેમજ કપાસીયા તેલમાં ૧૫ રૃપીયા તુટતા કપાસીયા તેલ  લુઝનો ભાવ ૧૩ર૦ રૃા. હતા તે ઘટીને ૧૩૦પ રૃપીયા અને કપાસીયા ટીનના ભાવ  ર૩પપ થી ર૪૦પ રૃા. હતા તે ઘટીને ર૩૪૦ થી ૨૩૯૦ રૃપીયા થઇ ગયા હતા.

છેલ્લા ૩ દિવસથી સીંગતેલના ડબ્બે ૪પ રૃપીયા અને કપાસીયા ટીનના ડબ્બે  પ૦ રૃપીયા નીકળી ગયા છે. આગામી દિવસોમાં હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા છે.

(4:03 pm IST)