Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

પેપરકાંડ બાદ કડક પ્રબંધો વચ્‍ચે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ

૪ર હજાર પરીક્ષાર્થીઓ- વોટર માર્ક પધ્‍ધતી દ્વારા પરીક્ષાના પ્રશ્નપત્ર પહોંચાડયા

રાજકોટ, તા., ૯: બી ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની  વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાનો પ્રારંભ કડક પ્રબંધોમાં  થયો છે. કુલ ૪ર હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહયા  છે.
તાજેતરમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં અનેક કેન્‍દ્રો ઉપર વ્‍યાપક ગેરરીતી તેમજ બે પ્રશ્ન પત્ર પરીક્ષા પુર્વે ફુટી જવાની કલંકીત ઘટના બની હતી. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ હવે પરીક્ષામાં પ્રશ્નપત્ર ન ફુટે તે માટે ટ્રેસ અને ટ્રેક તેમજ વોટર માર્ક  પધ્‍ધતીથી પરીક્ષા લેવાનું આયોજન કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીના નેતૃત્‍વમાં પરીક્ષા નિયામક નિલેશ સોની અને તેની ટીમે આયોજન કર્યુ છે.  પરીક્ષામાં વોટર માર્ક પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. પરીક્ષામાં કોલેજનો કોડ પણ આપવામાં આવશે.
આજથી શરૂ થયેલી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં કુલ ૧૧૦ કેન્‍દ્રો છે. જેમાં કુલ ૪ર હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

 

(3:58 pm IST)