Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સ્‍વાઇન ફલુના સંક્રમણથી અતિ ગંભીર દર્દીને બચાવવા સફળતા મેળવતી ગોકુલ હોસ્‍પિટલની ક્રિટિકલ કેર ટિમ

દર્દીને ફેફસામાં સંક્રમણ થઇ ગયું હતું, ૬૭ દિવસ બાદ પેશન્‍ટને રજા અપાઇ

રાજકોટ : ક્રિટિકલ કેર ક્ષેત્રમાં છેલ્લા ૧૬ વર્ષથી અદ્યતન સારવારનાં અભિગમ થકી ગોકુલ હોસ્‍પિટલની ક્રિટિકલ કેર ટિમ સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઘણી જ નામનાં મેળવેલી છે અને અતિ ગંભીર પરિસ્‍થિતિમાં દર્દીઓને નવજીવન બક્ષવામાં અનેક સીમા ચિન્‍હો પાર પડેલા છે. ક્રિટિકલ કેર ક્ષેત્રમાં સારવારના નવતર અભિગમ અને એડવાન્‍સમેન્‍ટ થકી દર્દીઓ ઝડપથી તેમનું સ્‍વાસ્‍થ્‍ય પરત મેળવે છે, અત્રે દાખલ થયેલ દર્દીઓ ચોવીસ કલાક નિષ્‍ણાંત ડોકટરની દેખરેખમાં રહે એવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે ઉપરાંત ઇસીએમઓ સીઆરઆરટી જેવી આંતરરાષ્‍ટ્રીય કક્ષાની સારવાર પણ ઉપલબ્‍ધ છે. આ ઉપરાંત ગોકુલ હોસ્‍પિટલ ખાતે પ૪ થી વધુ સ્‍પેશીયાલીસ્‍ટ અને સુપર સ્‍પેશિયાલીસ્‍ટ ડોકટરોની ટીમ ઉપલબ્‍ધ હોવાથી કોઇપણ પ્રકારની ઇમરજન્‍સી સામે પહોંચી વળવા સક્ષમ છે. વિદ્યાનગર ખાતેની ગોકુલ હોસ્‍પિટલએ ઉચ્‍ચ ગુણવતાનું પરિણામ દર્શાવતું  એનએબીએચ સર્ટીફીકેટ પ્રાપ્ત કરેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
શરદી-ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને અતિશય નબળાઇ જેવા લક્ષણો સાથે એક પ૦ વર્ષીય મહિલા દર્દીને ગોકુલ હોસ્‍પિટલ (વિદ્યાનગર) ખાતે લાવવામાં આવ્‍યા હતા, ક્રિટિકલ કેર ટીમ દ્વારા બ્‍લડ રિપોટર્સ અને સીટી સ્‍કેન દ્વારા નિદાન કરાતાં સ્‍વાઇન ફલૂ હોવાનું નિદાન થયું હતું. આ દર્દીનો સીટી સ્‍કોર ર૧-રપ આવ્‍યો હતો અને ફેફસા પરનું સંક્રમણ ખૂબ જ વધારે જોવા મળ્‍યું હતું. દર્દીની પરિસ્‍થિતિ અતિ ગંભીર હોવાથી દર્દીના સગાની સંમતિ બાદ દર્દીને વેન્‍ટિલેટર પર રાખવામાં હતાં.  ગોકુલ હોસ્‍પિટલની ક્રિટિકલ કેર ટીમ ડો. તેજસ મોતીવરસ, ડો. દિગ્‍વિજયસિંહ જાડેજા, ડો. તેજસ કરમટા, ડો. હાર્દિક વેકરીયા, ડો. પ્રિયંકાબા જાડેજા અને ડો. હિરેન વાઢીયા સહિતની સમગ્ર ક્રિટીકલ કેર ટીમ દ્વારા ૪પ દિવસ વેન્‍ટિલેટરની સારવાર બાદ દર્દીનું જીવન બચાવવામાં સફળતા મેળવી હતી.  ૬૭ દિવસના અથાગ પ્રયત્‍નો બાદ સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો. બુઝાતી ઝીંદગીમાં નવા પ્રાણ ફુંકવા બદલ દર્દી તેમજ તેના સંબંધીઓ દ્વારા ગોકુલ હોસ્‍પિટલની સમગ્ર ક્રિટિકલ કેર ટીમ, મેડિકલ ઓફીસર, નર્સિગ સ્‍ટાફ તેમજ મેનેજમેન્‍ટ ટીમ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે.

 

(3:54 pm IST)