Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

મવડીમાં ‘જલારામ ચીકી'ના આઉટલેટનો દબદબાભેર પ્રારંભ

જલારામ ચીકી પાંખો પ્રસારે છેઃ પ્રશાંતભાઇ ચોટાઇ અને મનોજભાઇ ચોટાઇએ તેમના માતાના હસ્‍તે નવા આઉટલેટનું ઉદ્‌ઘાટન કરાવ્‍યું

રાજકોટઃ દેશ વિદેશમાં રાજકોટની  ચીકીને ખ્‍યાતિ અપાવનાર જલારામ ચીકીએ સમયના સથવારે વિકાસની પાંખો પ્રસારી છે.  જલારામ ચીકી આમ વેંચાણ માળખાની મદદથી ન માત્ર દેશમાં પણ વિદેશમાં પણ જાય છે. પરંતુ  રાજકોટવાસીઓ માટે તેમના નિકટના વિસ્‍તારમાંથી  જ  જલારામ ચીકી તાજે તાજી મળતી રહે એ માટે શહેરના મવડી પ્‍લોટ મેઇન રોડ ઉપર ફુલિયા હનુમાન મંદીર પાસે જલારામ જયંતિના પવિત્ર દિવસે જલારામ ચીકીના પાંચમા આઉટલેટનું ઉદઘાટન કરવામાં આવ્‍યુ હતું. પારિવારીક મુલ્‍યોને આત્‍મસાત કરનાર પ્રકાશભાઇ ચોટાઇ અને મનોજભાઇ ચોટાઇએ માતૃદેવો ભવઃ ની ભાવના વ્‍યકત કરવા તેમના માતુશ્રી કલાવંતીબેન નટવરલાલ ચોટાઇના હસ્‍તે આ આઉટલેટનું ઉદઘાટન કર્યુ હતું.
જલારામ ચીકી લીમડા ચોક, ઇન્‍દીરા સર્કલ, સોની બજાર તથા જિલ્લા ગાર્ડનમાં પોતાના આઉટલેટ ધરાવે છે. હવે મવડી પ્‍લોટ મેઇન રોડ ઉપર પણ જલારામ ચીકીનું આઉટલેટ પ્રારંભ થયો છે. આ ઉપરાંત  તમામ કિરાણા અને રીટેઇલ સ્‍ટોર ઉપર પણ મળે છે. પ્રકાશભાઇ ચોટાઇના જણાવ્‍યા મુજબ શિયાળામાં ચીકી હેલ્‍થની દૃષ્‍ટીએ બેસ્‍ટ છે. ગોળની ચીકી, શીંગ પાક, તલ પાક, ગળો દાળિયા, ગોઇ મીકસી, ગોળ ચીકી, ગોળ કાળા તલ, ગોળ કોપરા, ગોળ ક્રસ, ગોળ કાજુ, ગોળ તલના લાડવા, ખાંડ ટોપરા, મીકસ ક્રસ, ખાંડ સોના, ખાંડ કાજુ, ખાંડ બદામ, ખાંડ સુકામેવા સહિતની અનેક વેરાઇયટીમાં જલરામ ચીકી બને છે.  જેની સ્‍થાનિક, દેશ વિદેશની બજારમાં ખ્‍યાતિ છે. નટુભાઇ ચોટાઇએ૧૯૬૨માં સોની બજારમાં એક નાનકડી રેકડીમાં ચીકીનું વેચાણ શરૂ કર્યુ હતું. પાંચ દાયકામાં ત્રણ પેઢીની જહેમતથી રાજકોટનો આ ગૃહ ઉદ્યોગ આજે નવી ઉંચાઇએ પહોચ્‍યો છે. તમે યાદીમાં જણાવાયુ છે.
જલારામ ચીકીના સંચાલકો શ્રી પ્રકાશભાઇ  ચોટાઇ મો.૯૩૭૭૩૭૮૦૭૭ અને શ્રી મનોજભાઇ ચોટાઇ મો. ૯૩૭૭૩૭૮૦૯૯ ઉપર અભિનંદન  વર્ષા થઇ રહી છે.

 

(3:54 pm IST)