Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

વાંકાનેરના લુણસરીયામાં નવઘણ પર છોકરાના ડખ્ખામાં પાઇપથી હુમલો

રાજકોટ તા. ૮: વાંકાનેરના લુણસરીયા ગામે રહેતાં અને છકડો રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતાં નવઘણ તેજાભાઇ ટોટા (ભરવાડ) (ઉ.૩૫) પર સાંજે ઘર પાસે હતાં ત્યારે રૈયા ટોટા, મુન્ના ટોટા અને નારૃ ટોટાએ ઝઘડો કરી પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ અને ભાવેશભાઇએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

નવઘણના કહેવા મુજબ છોકરાઓ વચ્ચે ઝઘડો થતાં તે બાબતે સમજાવવા જતાં ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પોતાને માથા, શરીરે ઇજાઓ થઇ હતી.

(3:47 pm IST)