Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સ્‍વામિનારાયણ ગુરુકુળમાં ચંદ્રગ્રહણ નિમિતે પૂજન-મંત્રજાપ

રાજકોટ તા. ૯ :.. કરૂણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત દ્વારા ઓમ બીમાર નંદી ગૌશાળા ટ્રસ્‍ટ જસદણ વયો વૃધ્‍ધ તથા ગાય માતાના સારા સ્‍વાસ્‍થ્‍યના લાભાર્થે લોકડાયરાનું આયોજન તા. ૧ર શનિવારના રોજ ન્‍યુ ૧પ૦ ફુટ રોડ કરણ અર્જુન પાર્ટી પ્‍લોટની આગળ ઠાકર ચોક ખાતે કરાયેલ છે. જેમાં રાજભા ગઢવી, અલ્‍પા પટેલ, રાધિકા દાવડા, હિતેશ અંટાળા, વિજય પટેલ સહિતના કલાકારો લોક ડાયરાની રમઝટ બોલાવશે.

આ ઉપરાંત ડાયરાની સાથે મહારકતદાન કેમ્‍પનું ફ્રેન્‍ડસ કલબ રાજકોટ, ગૌશાંતિ કનૈયા ગૌશાળા રાજકોટ તથા કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત રાજકોટના સંયુકત ઉપક્રમે શનિવારે સાંજે ૭ થી રાત્રીના ૧ર કલાક સુધી આયોજન કરવામાં આવ્‍યું છે. રાજકોટ સીવીલ હોસ્‍પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે રકતમળી રહે તેવા હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્‍યું છે. બીમાર ગૌમાતાની સેવા માટે હેલ્‍પ લાઇન નં. ૯૯૦૯૧ પ૦૧૧૩, ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)