Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ઘરફોડ ચોરીના ગુનામાં ચાર વર્ષથી ફરાર જયદીપ ઉર્ફે લાલો પકડાયો

માલવીયાનગર પોલીસે આજીડેમ પાસે રામ પાર્કમાંથી દબોચ્યો

રાજકોટ તા. ૯ : માલવીયાનગર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા વધુ એક શખ્સને માલવીયાનગર પોલીસે રામ પાર્કમાંથી પકડી લીધો હતો. મળતી વિગત મુજબ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે સૂચના આપતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર જયદીપ વાઘેલા આજીડેમ વિસ્તારમાં હોવાની હેડ કોન્સ. મસરીભાઇ ભેટારીયા અને કોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા તથા હિરેનભાઇ સોલંકીને બાતમી મળતા આજીડેમ નજીક રામ પાર્ક શેરી નં. ૩માંથી જયદીપ ઉર્ફે લાલો પ્રવિણભાઇ વાઘેલા (રહે. રામ પાર્ક શેરી નં. ૩, મૂળ બળઘોઇ ગામ તા. આટકોટ)ને પકડી લીધો હતો. આ ગુનામાં અગાઉ સંજય હકાભાઇ સાપરા અને પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ પકડાયા હતા. આ કામગીરી પી.આઇ. આઇ.એન.સાવલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી, હેડ કોન્સ. મસરીભાઇ ભેટારીયા, રવિભાઇ નાથાણી, અજયભાઇ વીકમા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, અંકીતભાઇ નિમાવત, હિરેનભાઇ સોલંકી, રઘુવીરસિંહ જાડેજા, હરસુખભાઇ સબાડ, કૃષ્ણદેવસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(3:43 pm IST)