Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

એક વોભી જમાના, એક યે ભી જમાના હૈ !!લાખાજીરાજજી રેલ્‍વે સ્‍ટેશનનો કાયાકલ્‍પ કયારે?

કેન્‍દ્ર સરકાર દ્વારા રેલ્‍વે સ્‍ટેશનોનું વિસ્‍તૃતીકરણ કરવા માટે લાખોના ખર્ચે આધુનિકરણ થઇ રહયું છે ત્‍યારે એક સમયે રાજકોટનું લાખાજીરાજ રેલ્‍વે સ્‍ટેશન જુના રાજકોટનું નાક હતુ રાજાશાહી વખતની એક કાબેલીયતનું સ્‍મૃતિચિન્‍હ હતું. જમાનો હતો. પરંતુ સંજોગોવસાત આ રજવાડી રેલ્‍વે સ્‍ટેશનની હાલની દુર્દશા જોતા જુની પેઢીના લોકો ક્ષોભ અનુભવે છે. આ રેલ્‍વે સ્‍ટેશનની હાલત જર્જરીત અવસ્‍થામાં છે. અસામાજીક તત્‍વોનું ઉદભવ સ્‍થાન બની ગયું છે. ગંદકીના ગંજ છવાયેલા છે. જેનો કોઇ રખેવાળ નથી. હાલ ધણીધોરી વગરની સ્‍થિતિમાં છે. જેની આજુબાજુ દેશી દારૂના ભઠ્ઠા ધમધમે છે. રાજવી પરિવાર પણ પોતાના વડીલોપાર્જીત સ્‍વ. લાખાજીરાજ બાપુનુ આ સ્‍મૃતિચિન્‍હ જાળવી રાખવા શું અસમર્થ છે? તેવો પ્રશ્ન લોકમુખેથી સાંભળવા મળેલ છે. એક સમયનું આ ઐતિહાસિક સ્‍મરણથી ગુંજતુ રેલ્‍વે સ્‍ટેશનની જાહોજહાલી હતી. એક વો ભી જમાના થા, એક યે ભી જમાના હૈ, આ ઐતિહાસિક રેલ્‍વે સ્‍ટેશન હાલ ધણીધોરી વગરનું મુંગી વેદના સહન કરે છે. રેલ્‍વે વિભાગ આ સ્‍ટેશન તરફ ધ્‍યાન કયારે આપશે ? તેવો પ્રશ્ન  લોકોમાં ચર્ચાઇ રહયો છ. સ્‍વ.રાજવી લાખાજીરાજજીનું આ સ્‍મૃતિચિન્‍હ જાળવી રાખવા કોઇ ધ્‍યાન આપશે? (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:43 pm IST)