Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

નવરંગ કલબ દ્વારા બાલ સપ્‍તાહ સંપન્‍ન

વણપરી ગામમાં ૯૦ બાળકોએ સાત દિવસ જ્ઞાન-ગમ્‍મત-યોગ-સેવા-અધ્‍યાત્‍મની મોજ માણી : વી.ડી.બાલા અને ટીમે જલ્‍સા કરાવ્‍યા

રાજકોટ,તા. ૯: બાળકોમાં વિરાટ શક્‍તિઓ છે તેને બહાર કાઢવાની માથામણ એટલે બાલ સપ્તાહ. 

બાળકો એ ભગવાન નું રૂપ છે તેથી આ બાલ-સપ્તાહ દ્વારા તેને કાલા-વાલા કરી રિજવવાની માથામણ છે.  મારા પુત્ર અર્જુન ને ત્‍યાં પુત્રરત્‍ન (શ્‍યામ)ના જન્‍મ ની ખુશહાલીમાં મે કુલ ખર્ચના ૫૦% રકમ ભોગવી, બાકીની ૫૦% રકમ વિધ્‍યાર્થીઓ પાસેથી લેવામાં આવી.

બાળકોના સર્વાંગી વિકાસ માટે નવરંગ નેચર ક્‍લબે તારીખ ૩૦-૧૦-૨૦૨૨થી ૦૫-૧૧-૨૦૨૨ સુધી શ્રી આત્‍મીય વિધ્‍યા સંકૂલ - વણપરી (પડધરી) ખાતે બાળ-સપ્તાહનું આયોજન કરેલ, જેમાં સૌરાષ્‍ટ્રમાંથી ૯૦ વિદ્યાર્થી/વિદ્યાર્થીની ઓ (ધોરણ ૫ થી ૮) એ ઉત્‍સાહભેર ભાગ લીધો.

સપ્તાહની શુભ શરૂઆત પરમ પૂજય સંત શ્રી આત્‍માનંદ સરસ્‍વતી (ભજનાનંદ આશ્રમ - બોટાદ)ના વરદ હસ્‍તે કરી અને પૂર્ણાહુતિમાં ઈનામ વિતરણ અજીત ભટ્ટ (ધારી)ના વરદ હસ્‍તે કરી. 

સાત દિવસ છાત્રાલય માં રહેવાનું હોય, જાતે કામ કરતાં થાય, સ્‍વચ્‍છતા વિષે જાગૃત થાય, શ્રમ કરતાં થાય, શ્રમ પ્રત્‍યેની સૂગ નીકળી જાય અને શ્રમ પ્રત્‍યે ભાવ જાગે અને સમૂહમાં રહેતા શીખે.

બાળકોમાં નવું નવું કરવાની ભૂખ જગાડવી, અભિનય, ડેમો, સેલ્‍ફ મોટિવેશન, અભિનય સાથે વિવિધ પ્રકારની વાર્તાઓ અને બાલગીતો ગવડાવવા.

બાળકો માં રહેલ સુષુપ્ત શક્‍તિઓ ખિલાવવી, જેવી કે ડાન્‍સ, જાહેરમાં બોલતા, ગીતો ગાતા વગેરે શીખે.

બાળકોના નાના જુથ બનાવી કુટેવો/સુટેવો વિષે ચર્ચા અને હું પર્યાવરણ જાળવણી કેવી રીતે કરી શકું તેની ચર્ચા બાળકોએ જાતે કરી.

યોગ/સાધના દ્વારા એકાગ્રતા કેળવવી અને સમૂહની પ્રવૃતિઓ જેવી કે બેજીક ડ્રોઈંગ, પેન ડ્રોઈંગ, વોલ પેંટિંગ, ફલાવર પોટ પેંટિંગ, ઓલ કલર પેંટિંગ, વેસ્‍ટ અને બેસ્‍ટ નું આર્ટ વર્ક વગેરે બાળકોએ કર્યું.

વિજ્ઞાન ના હાથવગા પ્રયોગો જેવાકે વિજ્ઞાનની ધિંગામસ્‍તી, કાગળની કારમતો, ઓરીગામી કળા દ્વારા વિવિધ આકારો, પુલ, ભૌમિતિક આકારો, વીજ પરિચયમાં જોડો અને તોડો કરાવવામા આવ્‍યું.  પર્યાવરણની રમતો જેવી કે વાઘ, હરણ, સિંહની રમતો રમાડવામાં આવી.

આ સપ્તાહ માં વિવિધ ક્ષેત્ર ના નિષ્‍ણાંતો એ સેવા આપી, જેમાં ચિત્રો દોરવા, રંગોળી, યોગ, દેસી રમતો, અભિનય ગીતો, મિમિક્રી, અભિનય, રાત્રે અંધારા માં બેટરી વગર ચાલવું, આકાશ દર્શન,  વનસ્‍પતિ દર્શન, પક્ષી દર્શન, મડ બાથ (માટી સ્‍નાન), રાયફલ શૂટિંગ,  વકતૃત્‍વ, રસોઈ પીરસવી, સાફ સફાઇ, પ્રવાસ (રાજકોટ પ્રાણી સંગહાયલ, વોટસન મ્‍યુઝિયમ, સદભાવના વૃદ્ધાશ્રમ, ફન વર્લ્‍ડ), રાસ ગરબા, વિવિધ દેશના ચલણનું પ્રદર્શન,  લોક વિજ્ઞાન કેન્‍દ્ર - રાજકોટ દ્વારા વિજ્ઞાન ના વિવિધ પ્રયોગો,  માટી અને કાગળ ના રમકડાં બનાવવા, ગીર જીવસૃષ્ટિ પર સ્‍લાઇડ શો,  વિવિધ જાતના બીજની ઓળખ વગેરે પ્રવૃતિ કરાવી હતી.

આ સપ્તાહ દરમિયાન દરરોજ બે વખત સાદું દેસી જમવાનું, બે વખત નાસ્‍તો (ભાખરી, ખજૂર, મધ રોટલી, દૂધ, સાની વગેરે), અને બે વખત સરબત (લીંબુ પાણી, મધ પાણી) આપવામાં આવ્‍યું.

આ નિવાશી બાલ સપ્તાહ માં બાળકો ને ખૂબ જ જાણવા સમજવા મળ્‍યું અને મજા આવી.

આત્‍મીય વિદ્યા સંકૂલ - વણપરી (પડધરી) તરફ થી પાયા ની સગવડતાઓ જેવી કે હોસ્‍ટેલ, મેદાન, પાણી, લાઇટ વગેરે વિનામૂલ્‍યે પૂરી પાડવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વી. ડી. બાલા, યોગેશ માખેલા, અર્જુન ડાંગર, ઉર્વેશ પટેલ, નરેસ નકુમ, પરેશ પટેલ, વિપુલ જમોડ, જગતસિંહ ચુડાસમા, શાંતિલાલ રાણીંગા, ભગીરથ બારહટ, વીરેન્‍દ્ર પટેલ, રજાક ઉનડપૌત્રા, સંજય ટાંક, લોક વિજ્ઞાન કેન્‍દ્ર - રાજકોટ, કિશોર પ્રજાપતિ એ જેહમત ઉઠાવી.

બાળકો ના સર્વાંગી વિકાસ માટે આવી બાળ-સપ્તાહ થાય તે ખૂબ જરૂરી છે. તેમ વી.ડી.બાલા મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮એ જણાવ્‍યું હતું.

(3:42 pm IST)