Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ગીર સોમનાથ એસઓજીએ તાલાળાના શબ્બીરને દેશી તમંચા સાથે ઝડપી લીધો

વિધાનસભા ચુંટણી અન્વયે ગેરકાયદેસર હથીયારો ઝડપી લેવાની ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની સુચના અન્વયે એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એ.બી.જાડેજા તથા સ્ટાફે તાલાળા વિસ્તારમાંથી શબ્બીર ઉર્ફે સમીર ગરમ રસુલભાઇ મજગુલ (રહે. વેરાવળ, આઇડી સ્કુલ સામે, ગ્રીન પાર્ક સોસાયટી)ને ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપી લીધો. પકડાયેલ શબ્બીરે આ હથીયાર મુંબઇ સ્થિત તેનો મિત્ર અબ્દુલ કરીમ શેખ આપી ગયો હોવાની કબુલાત આપતા બંન્ને સામે તાલાળા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે. તસ્વીરમાં હથીયાર સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) અને ગીર સોમનાથ એસઓજીના પીઆઇ અરવિંદસિંહ જાડેજા તથા સ્ટાફ નજરે પડે છે.

(4:28 pm IST)