Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

કોને ખૂન કર્યું ? કેટલા ખૂન થયા અને હવે આગળ શું ?

ભૂતપૂર્વ પ્રેમી , પરિણીત પ્રેમિકાની આંખમાં એ જ પ્રેમ અગન અને પ્રેમીની આંખમાં સંકોચ ... અને એ બધા વચ્‍ચે કેટલાંક ખૂનની હકીકત અને પછી એક જ સાંજમાં બંનેની જીંદગી ઉથલ પાથલ .... :આવું નાટક અને તે પણ બોલિવૂડના બે દિગ્‍ગજ કલાકારો દ્વારા લાઈવ ભજવાય અને રાજકોટ એવા નાટક ચુકી જાય તેવું તો ના બને !

રાજકોટઃ નાટકની કથાની વાત કરીએ તો વર્ષો પછી મળવા આવેલો ભૂતપૂર્વ પ્રેમી કાર્તિક , હવે પરિણીત પ્રેમિકા વાસુકી  આંખમાં એ જ પ્રેમ અગન અને પ્રેમીની આંખમાં શાલીનતા અને સંકોચ ... અને એ બધા વચ્‍ચે કેટલાંક  ખૂનની હકીકત અને પછી એક જ સાંજમાં બંને ની જીંદગી ઉથલ પાથલ ....કોને ખૂન કર્યું ? કેટલા ખૂન થયા અને હવે આગળ શું ?  આગળ વાર્તા જાણવા માટે હિન્‍દી સસ્‍પેન્‍સ થ્રિલર નાટક બાલીગંજ ૧૯૯૦ જોવા આવવું પડે દોસ્‍ત, અનુપ સોની અને નિવેદિતા ભટ્ટાચાર્ય લાઈવ પર્ફોર્મ કરશે અને તે પણ રાજકોટ ના ઇતિહાસમાં પ્રથમ વખત.

નાટક એવા એવા વળાંકો લેશે કે એક મિનિટ પણ ચૂકવું પોસાશે નહિ , આખી મજા એક એક ડાયલોગ સાંભળવામાં અને તેના આટાપાટા માં ખોવાઈ જવામાં છે.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ પ્રસ્‍તુત બાલીગંજ ૧૯૯૦ ના મુખ્‍ય કલાકારો ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્‍ડિયા ફેઈમ અનુપ સોની તથા કહાની ઘર ઘર કી અને કહી કિસી રોઝ, શુભ મંગલ સાવધાન ફેઈમ નિવેદિતા ભટ્ટાચાર્ય છે જયારે નાટકના લેખક અને ડિરેક્‍ટર અતુલ સત્‍યા  કૌશિક એક વિશ્વ પ્રસિદ્ધ વ્‍યક્‍તિ છે.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ આયોજિત બાલીગંજ ૧૯૯૦ નાટક મુંબઈ અને દિલ્‍હીની ટિમ દ્વારા જ લિખિત અને ભજવવામાં આવે છે. નાટક વિષે અને કલાકારો વિષે માહિતી આગળના દિવસોમાં   મેળવતા રહીશું પરંતુ રાજકોટ જો હજુ પણ ટિકિટ બૂક ના કરાવી હોય તો હવે વાર લગાડવા જેવું  નથી .  કારણકે બલ્‍ક બુકીંગના કારણે મોટા ભાગની સારી સીટો વેચાઈ જવામાં છે. ટિકિટ માટે મોં.૯૦૨૩૨ ૮૨૪૦૭ અથવા બુકમાઇશો એપ પર પણ થઇ શકશે.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટના આ પ્રયોગમાં તેમના વડીલ અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્‍યો છે. આ ઉપરાંત બાલીગંજ ૧૯૯૦ નાટકના સપોર્ટર્સ તરીકે  પ્રભુ હાઈટ્‍સ,  માઇક્રો ફાઈન ઘરઘંટી, સાગર પાઇપ્‍સ એન્‍ડ ફીટીંગ્‍સ, કાઠિયાવાડી સ્‍વાદબંધુ, શેર-ઈટ ફૂડ્‍સ , હાથી મસાલા , કેરેટ લેન - તનિષ્‍ક જ્‍વેલરી, ગ્‍લોબલ આઈવીએફનો સહકાર સાંપડ્‍યો છે. 

  એકમાત્ર પ્રયોગ ૧૯ નવેમ્‍બર, શનિવાર હેમુગઢવી હોલ,૯.૩૦pm ટિકિટ માટે મો.૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુકમાયશો.

(3:41 pm IST)