Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

પતિ-પત્‍નિના વિવાદમાં છેડતી-એટ્રોસીટીની ફરીયાદમાં પતિના હાઇકોર્ટમાં શરતી જામીન મંજુર

જેતપુર કોર્ટ દ્વારા ત્રણ વખત જામીન અરજી રદ થતા વિરપુરના સ્‍કુલ સંચાલકે હાઇકોર્ટમાં અરજી કરી હતી

જેતપુર, તા., ૯: છેડતી અને એટ્રોસીટી અંગે સ્‍કુલ સંચાલક વિરૂધ્‍ધ નોંધાયેલ ગુનામાં જેતપુર-કોર્ટ દ્વારા ત્રણ વખત જામીન અરજી રદ કરાતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા અનિલ ભાનુભાઇ સરવૈયાને આપેલ શરતી જામીન બાદ આ મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચતા ભારે ચકચાર જાગી છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ ફરીયાદી યુવતી કાજલ રાઠોડ અને આરોપી અનિલ સરવૈયા પતિ-પત્‍નિ છે. બંન્ને વચ્‍ચે મનમેળ ન હોય અમરેલી કોર્ટમાં લગ્ન હક્ક પુરા કરવાનો દાવો થયેલ હતો.

દરમ્‍યાન પત્‍નિ કાજલ પોતે પતિ સાથે રહેવા માંગતી ન હોય છુટાછેડા મારે કોર્ટમાં પીટીશન પણ કરી હતી.

આ અંગેની વિગત મુજબ વિરપુરમાં હેત પ્રાયમરી સ્‍કુલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતી કાજલને સ્‍કુલ સંચાલક અનિલ સરવૈયા સાથે પ્રેમસબંધ બંધાતા બન્નેએ લગ્ન કરી લીધા હતા.

દરમ્‍યાન ફરીયાદી કાજલબેનના માતા-પિતાને જાણ થતા સ્‍કુલ સંચાકલને પોતાની પુત્રીને છુટાછેડા આપવા દબાણ કરીને ધમકી પણ આપી હતી. જેથી મજબુરીમાં ઇચ્‍છા ન હોવા છતા પણ અનિલભાઇએ નોટરી સમક્ષ છુટાછેડા કરેલ. પરંતુ ત્‍યાર બાદ અનિલભાઇએ અમરેલી કોર્ટમાં લગ્ન હક્ક પુરા કરવાનો દાવો કરતા તેમના ઉપર છેડતી અને એટ્રોસીટી જેવી કલમો હેઠળ વિરપુર પોલીસમાં ફરીયાદ કરવામાં આવેલ હતી.

આ ફરીયાદ સંદર્ભે અનિલ સરવૈયાએ જામીન પર છુટવા અરજી કરતા જેતપુર કોર્ટ દ્વારા જામીન અરજી કરતા કુલ ત્રણ વખત જામીન અરજી રદ થતા હાઇકોર્ટમાં જામીન અરજી કરતા હાઇકોર્ટે આકરી શરતોને આધીન જામીન મંજુર કરતા પોતે ખોટી ફરીયાદનો ભોગ બનેલ હોવાનું જણાવીને તટસ્‍થ ન્‍યાય મળવા સુપ્રિમ કોર્ટમાં ન્‍યાયની માંગણી કર્યાનું જાણવા મળે છે.

આ કામમાં હાઇકોર્ટમાં આરોપી વતી એડવોકેટ પાર્થીવ ભટ્ટ રોકાયા હતા.

(3:41 pm IST)