Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રોજગારી અપાવવા અવ્‍વલ ગ્‍લોબલ કન્‍સલટન્‍સીનો ૧૬માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ,તા. ૯ :  ગ્‍લોબલ કન્‍સલ્‍ટન્‍સીનો ૧૬મા વર્ષમાં મંગલ પ્રવેશ થયેલ છે. છેલ્લા ૧૫ વર્ષમાં દેશભરમાં ૫૦૦૦ કરતાં વધુ યુવાનોને તેમની ‘ડ્રીમ જોબ' અપાવી છે.ધવલભાઇએ માત્ર ૨૨ વર્ષની ઉંમરે સાલ ૨૦૦માં જોબ પ્‍લેસમેન્‍ટ શબ્‍દનો અર્થ બદલી નાખ્‍યો. તેમણે યુવાનોને તેમની મનગમતી નોકરી વિનામૂલ્‍યે અપાવવાનું બીડુ ઝડપ્‍યું અને છેલ્લા ૧૫ વર્ષથી આ યજ્ઞમાં અખંડ આહુતિ આપી રહ્યા છે.

જ્‍યાં પ્‍યુનથી માંડી સીઇઓ સુધીનું રીફ્રુટમેન્‍ટ નિઃશુલ્‍ક કરાય છે. અહીં ફ્રેશર્સને વધુ તક આપીએ છીએ. તેમ તોરલ વસાણીએ જણાવ્‍યું છે. તેઓ પણ ખભેખભો મિલાવી ગ્‍લોબલ કન્‍સલ્‍ટન્‍સીની જવાબદારીઓ ઉઠાવે છે.

તેઓ કહે છે બિનઅનુભવીઓને પણ સારી નોકરી અપાવીએ છીએ વૃધ્‍ધો, દિવ્‍યાંગો અને જરૂરિયાતવાળા લોકોને નોકરી મળે તે માટે વિશેષ પ્રયાસો કરીએ છીએ. ગ્‍લોબલ કન્‍સલ્‍ટન્‍સીના ૧૬મા વર્ષમાં મંગલ પ્રવેશના અવસરે ધવલભાઇ વસાણીના મો. ૯૮૯૮૫ ૮૩૭૯૮ અને તોરલ વસાણીના મો. ૯૮૯૮૨ ૨૭૬૨૨ ઉપર શુભેચ્‍છાઓનો વરસાદ થઇ રહ્યો છે. 

(3:40 pm IST)