Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

મનીલેન્ડ શાહુકાર ધારા હેઠળ નાણા ધીરનાર આરોપીનો નિર્ર્દોષ છુટકારો

 

રાજકોટ તા.૯: અત્રે મનીલેન્ડ, સાહુકાર ધારા હેઠળ ૧૦% વ્યાજે રકમ ધીરનાર અંગે પકડાયેલ આરોપીનો નિર્ર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટમાં કોઠારીયા મેઇનરોડ પર હરીધવા સોસાયટીમાં રહેતા ભરત ધરમસીભાઇ સુથારે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં આરોપી વિજય ગોરધન સીંગાળા સહીતના ૬ વ્યકિતઓ સામે મનીલેન્ડ એકટ અને સાહુકાર ધારા હેઠળ વગર લાઇસન્સએ ૧૦% વ્યાજે પૈસા આપી અને કડક ઉઘરાણી કરતા ફરિયાદીએ ડરી જય કંટાળી ઝેરી દવા પી લઇ આપઘાતની કોશીષ કરતા પોલીસે ૬ આરોપીની ધરપકડ કરેલ હતી.

ફરિયાદી ભરત ધરમશીભાઇ પાસે પૈસાની સગવડ ન થતા તેમણે કંટાળી જઇ અને મરી જવાની ફીનાઇલની ગોળી ખાઇ આતમહત્યાનો પ્રયાસ કરેલ હતો અને હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન બચી ગયેલ અને તમામ સામે ભકિતનગર પો.સ્ટેમાં ફરિયાદ કરેલ હતી.

આ કામના હેડ.કોન્સ.સૂર્યકાન્ત પરમારે તપાસના અંતે ૬ આરોપીની સાહુકાર ધારા અને મનીલેડ હેઠળના ગુન્હામાં તમામ આરોપીઓની ધરપકડ કરી અને કોર્ટમાં ચાર્જશીટ મુકેલ હતું આ કામમાં આરોપી વિજય ગોરધનભાઇ સીંગાળા સહીતના આરોપીઓ સામેનો કેસ ચાલી જતા જયુ.મેજી.શ્રી વાઘલાણીએ તમામને નિર્દોષ  છોડી મુકેલ હતા

આ કામમાં આરોપી વિજય ગોરધનભાઇ સીંગાણા તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટસ તરફથી શ્રીઅંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી રોકાયેલ હતા.

(3:40 pm IST)