Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

એચ.ડી.એફ.સી. બેંકના મેનેજર વિરૂધ્‍ધ ગ્રાહક સુરક્ષા ફોરમમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા. ૯ : રાજકોટમાં રહેતા તથા વકિલાતનો વ્‍યવસાય કરતા હુસૈનભાઈ અબ્‍બાઝભાઈ ભારમલ ગઈ તા. ર૦/૦૮/ર૦રર ના રોજ યાજ્ઞીક રોડ પર આવેલ એચડીએફસી બેંકમાં રકમ રૂ.ર૧૦૦ રીપ્‍લેસમેન્‍ટ કરવા માટે કેશીયર સમક્ષ નોટો રજુ કરેલ હતી ત્‍યારબાદ કેશીયર તરત આ નોટસ ચાલશે નહી તેમ કહીને પરત આપી દીધેલ જે બાબતે ફરીયાદી હુસેન ભારમલ ત્‍યાં હાજર બા્રંચ મેનેજર જીગર જોષીને આરબીઆઈના ગાઈડલાઈન્‍સ નિયમો અંગે રજુઆત કરતા તેઓ દ્વારા ઉઘ્‍ધતાઈપૂર્વક વર્તન કરીને અપમાનીત કરીને સિકયુરીટી ગાર્ડસ દ્વારા બહાર કાઢેલ હતા. જેથી ગ્રાહક ફોરમમાં ફરીયાદ કરી હતી.

બનાવની ટુંકી હકીકત જોઈએ તો ફરીયાદી બેંકમાં તા. ર૦-૮-ર૦રર ના રોજ વેપારના કામકાજના લેવડ-દેવડમાં રૂા.ર,૦૦૦ ની નોટ નં. 2BQ 596494 રીપ્‍લેસમેન્‍ટ કરવા માટે રજુકરેલ હતી. તેમજ રૂા.૧૦૦ની નોટ નં. 7NR 045317 રીપ્‍લેસમેન્‍ટ કરવા માટે રજુ કરેલ હતી. જે કુલ રકમ રૂા. ર,૧૦૦ની ઉપર જણાવેલ બે નોટસ કેશીયર દ્વારા નોટ ચકાસીને પરત આપવામાં આવેલ અને અમો સ્‍વીકારી શકીએ નહીં. આ રીતે ફરીયાદી બે નોટસ સ્‍વીકારવાની ના પાડતા ત્‍યા હાજર બ્રાંચ મેનેજર જીગરનો સંપર્ક સાધેલ ત્‍યારે તેઓને પ્રથમ નોટ રીપ્‍લેશમેન્‍ટ કરવા અંગે વિનંતી કરતા જણાવેલ એવી કોઈ આરબીઆઈ જોગવાઈ નથી અને આ નોટસ રીપ્‍લેશમેન્‍ટ થશે નહી. તેમ જણાવતા ફરીયાદી દ્વારા આરબીઆઈ ગાઈડલાઈન્‍સ દેખાડતા તરત મેનેજર જીગર જોષી ઉશ્‍કેરાઈ જઈને ફરીયાદીને અપમાનીત કરી સિકયુરીટી ગાર્ડસ બોલાવી ને બળજબરી પૂર્વક બહાર કાઢેલ હતા જે અંગે ફરીયાદી એ રીઝર્વ બેંક ઓફ ઈન્‍ડીયા, સરકયુલરમાં જણાવ્‍યા પ્રમાણે બેંક ગ્રાહક પાસેથી સીકકાઓ તથા ચલણી નોટો એકસ્‍ચેન્‍જ કરવા માટે જવાબદાર છે અને બદલી પાત્ર સીકકાઓ તથા નોટસ સ્‍વીકારવાની ના પાડી શકે નહીં આ સરકયુલર પર આધાર રાખી ગ્રાહક સુરક્ષા ધારા-ર૦૧૯ (કાયદો-૩પ) ની કલમ ૧૧ તેમજ ૧ (૪ર) મુજબ કરન્‍સી નોટ રૂા.ર,૧૦૦/- સ્‍વીકારવાની ના પાડતાસેવામાં ખામી બદલ તેમજ અનફેરટ્રેડ પે્રકટીસ બદલ ફરીયાદ ગ્રાહક સુરક્ષા ફોરમમાં કરવામા આવેલ ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા ફરીયાદ નોંધી હાલ મેનેજર તથા જવાબદાર અધિકારીઓ નોટી સ પાઠવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી હુસૈનભાઈ અબ્‍બાઝભાઈ ભારમલ વતી રાજકોટના જાણીતા બાલાજી એસોસીએટસના એડવોકેટ મિહીર પી. દાવડા, સહદેવ દુધાગરા, વિવેક ખુંટ, મયુર વેકરીયા, જય પિપળીયા, દર્શિત પિપળીયા,પાર્થ ધામેલીયા, પાર્થ સંધાણી, ભાવિક ફેફર તથા સહાયકમાં શુભમ દાવડા તથા રોનક વેકરીયા રોકાયેલ હતા.

(3:40 pm IST)