Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રાજકોટમાં મોડી રાત્રે પૂર્વ-પશ્ચિમના વિસ્‍તારો-બેડી કુવાડવા ચોકડી ખાતે SST તથા FST ટીમો દ્વારા ચેકીંગ

પ્રાંત ઓફીસરો સૂરજ સુથાર- સંદિપ વર્મા તથા પોલિસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો

રાજકોટ તા.૯ : આદર્શ આચારસંહિતાના પાલન સાથે રાજકોટ જિલ્લામાં વિધાનસભા સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૨ની સમગ્ર પ્રક્રિયા થાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર વિવિધ ટીમનું આયોજન કરીને એક્‍શન મોડમાં કામગીરી કરી રહી છે. ખાસ કરીને નિષ્‍પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે આર્થિક  લેવડ દેવડના કિસ્‍સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમ અને ફ્‌લાઇગ સ્‍ક્‍વોડ ટીમ દ્વારા આઠ વિધાનસભા મતદાન વિસ્‍તારમાં વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

વિધાનસભા બેઠક ૬૮ પૂર્વ વિસ્‍તારમાં આજીડેમ ચોકડી ખાતે સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમમાં ફરજ બજાવતાં જયદીપ પારેજીયાએ માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, આઠ કલાકની ડ્‍યુટી સાથે SST અને FSTની ટીમ દ્વારા ૨૪ કલાક કામગીરી કરવામાં આવી રહી છે. ૩ પોલીસ જવાનોના સહયોગ સાથે કુલ ૬ સભ્‍યોથી બનેલી SST અને FST ટીમ દ્વારા વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ૬૮ પૂર્વ બેઠકમાં બેડી અને કુવાડવા ચોકડી ખાતે પણ સર્વેલન્‍સ ટીમ દ્વારા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. વધુમાં નાના મૌવા ચોક ખાતે પણ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે તેમ ૬૯ પમિ બેઠકના સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમના સભ્‍ય રવિભાઈ સાગઠીયાએ ઉમેર્યું હતું.આમ ૬૮ રાજકોટ પૂર્વના રિટર્નીગ ઓફિસર સૂરજ સુથાર અને ૬૯ પમિ બેઠકના રિટર્નીગ ઓફિસરશ્રી સંદીપ કુમાર વર્માના માર્ગદર્શન હેઠળ SSTઅને  FST ટીમ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત વિધાનસભા બેઠક ૬૮-રાજકોટના ચૂંટણી અધિકારીશ્રી સુરજ સુથારની ઉપસ્‍થિતિમાં ગ્રીનલેન્‍ડ ચોકડી વિસ્‍તારમાં સર્વેલન્‍સ અધિકારીઓએ મધ્‍યરાત્રીએ વાહનોની તપાસ કરી હતી.

(3:40 pm IST)