Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ધીમહિ એકેડમીઃ પ્રેકટીકલ અભિગમ ધરાવતી સંસ્‍થાઃ સપ્‍તાહમાં બે ફ્રી સેમીનાર

રાજકોટ,તા.૯ : ધીમહિ એકેડમી એવી સંસ્‍થા છે. જેના દ્વારા રાજકોટમાં સૌપ્રથમ વખત skill આધારિત કોર્સ ઓફલાઇન તથા ઓનલાઇન આપવામાં આવે છે. હાલમાં જ ધીમહિ એકેડમીમાં ખાસ લર્નિંગ માટે સ્‍ટુડન્‍ટ્‍સ દ્વારા જ પ્રેકટીકલ અભિગમ સાથે અલગ અલગ વિષય જેવા કે બેન્‍કિંગ history, શેર માર્કેટ, જીએસટી, ઇન્‍વેસ્‍ટમેન્‍ટ જેવા વિવિધ ટોપિક પર group discussion કરીને લર્નિંગ કરવામાં આવેલ. જ્‍યાં કોઇ પણ ઉંમર કે streamના વ્‍યકિત આવીને પારિવારિક વાતાવરણમાં ઉત્‍સાહ અને ઉમંગ સાથે શીખે છે. અને પોતાના જીવનમાં એ પ્રેકિટકલી ઉપયોગમાં લે છે. એકેડમીના મુખ્‍ય વટવૃક્ષ તરીકે ફાઉન્‍ડર નીરજ ત્રિવેદી તેમજ એકેડમીની વિવિધ શાખા એવી આખી ટીમ હાર્ડવર્ક તેમજ ઉત્‍સાહ સાથે કાર્યરત છે. હાલમાં જ પેરેન્‍ટ્‍સ ડે પર નવી શરૂઆત ધીમહિ એકેડમી દ્વારા કરવામાં આવેલ. જે અંતર્ગત મહિનામાં બે વખત ફ્રી સેમિનાર એકેડમી દ્વારા આયોજન કરવામાં આવેલ. કોઇ પણ ઉંમરના વ્‍યકિત મહિનાના કોઇ પણ બે શનિવાર વિવિધ ફ્રી સેમિનાર, વ્‍યાખ્‍યાન, ચર્ચામાં વિનામૂલ્‍યે જોઇન થઇ શકે છે. આ માટે મો. ૬૩૫૩૯ ૯૮૦૮૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:39 pm IST)