Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

કુવાડવાના ખેરડીમાં ૧૯ વર્ષની પ્રિયા પરમારે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

રાજકોટ તા. ૯: કુવાડવાના ખેરડી ગામે રહેતી પ્રિયા હીરાભાઇ પરમાર (ઉ.વ.૧૯) નામની વણકર યુવતિએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.પ્રિયાને સવારે તેના માતા જગાડવા ગયા ત્યારે ન જાગતાં અને તેણીએ ઝેરી પ્રવાહી પી લીધાનું જણાતાં બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા પોલીસ મથકના હેડકોન્સ. અજયભાઇ નિમાવતે જરૃરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર પ્રિયા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી. તેના પિતા ખેત મજૂરી કરે છે. પ્રિયાએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો કંઇ જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:39 pm IST)