Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

મોરબીના ઝુલતો પુલ તૂટયો ત્‍યારે પેરોલ પર છૂટેલ જેલ કેદીએ આખી રાત લોકોના જીવ બચાવેલ

પાલનપુર જેલના ઇરફાન બ્‍લોચને આ હૃદયદ્વાવક ઘટનાની જાણ થતાં મિત્રો સાથે તાકીદે દોડી ગયેલ : કેદીઓને આત્‍મનિર્ભર બનાવવા સાથે માનવીય અભિગમના ગુણો સિંચન કરવાનું રાજયના મુખ્‍ય જેલ વડા ડોે.કે.એલ.એન.રાવ ટીમની જહેમત રંગ લાવી

રાજકોટ તા.૯: મોરબી ઝૂલતો પુલ તુટી પડતા બાળકો સહિત અનેક લોકો મોતને ભેટયા હતા. આ મામલાની તપાસ વિવિધ એજન્‍સીઓ પાસે કરાવવા માંગણી ઉઠવા સાથે આ મામલો ચૂંટણી સમયે જ સુપ્રીમ અને હાઇકોર્ટ સુધી પહોચ્‍યો છે ત્‍યારે આ બધી બાબતો કે કોઇના ગુણ દોષમાં પડયા વગર આજે આપણે એ સમયે કોઇ જાતના વિચાર કર્યા વગર માનવતા એ જ ધર્મ માફક કેટલાક યુવાઓને અનેક લોકોની જાન બચાવ્‍યાની માનવીય કથાઓ બહાર આવી છે તેમાં એક જેલ જે પેરોલ પર હતા તેઓ દ્વારા પણ આખી રાત લોકોના જાન બચાવ્‍યા હતા તેની એક જાણવા જેવી અનુકરણીય કથા બહાર આવી છે.

અત્રે એ યાદ રહે કે ગુજરાત તેની જેલોમાં કેદીઓને આત્‍મનિર્ભર બનાવવા માટે જે દિલથી પ્રયત્‍નો ચાલે છે, અને જે રીતે કેદીઓ માટે વિવિધ ઉદ્યોગો સાથે તેમને સદકાર્યો માટે પ્રેરવામાં આવે છે તેની અસર પણ ઓછી નથી હોતી તેનું પણ આ એક માનવીય ઉદાહરણ છે.

મોરબીમાં ૩૦ ઓકટોબરની સાંજે ઝૂલતો પુલ તુટી પડતા આ ઘટનાની જાણ મકરાણીવાસ વિસ્‍તારના યુવાનોને થઇ હતી ત્‍યારે એ જ દિવસે પાલનપુર જેલમાંથી પેરોલ મેળવીને ઘેર આવેલા ઇરફાન યારમામદ બ્‍લોચને આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતા પોતાના યુવા મિત્રોની ટીમ સાથે તાકીદે દોડી જઇ લોકોની મદદ કરી અનેક જિંદગીઓ બચાવવાની સાથે ગંદા પાણીમાં ડૂબી જવાથી મૃત્‍યુને ભેટેલા મૃતકોને બહાર કાઢી કઠિન રસ્‍તો હોવા છતા સેવાભાવી સંસ્‍થાનોની મદદથી મૃતદેહોને હોસ્‍પિટલે પહોંચાડયા હતા

(3:38 pm IST)