Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

અકસ્માત મૃત્યુના કેસમાં પકડાયેલ કારચાલકને છુટકારો ફરમાવતી કોર્ટ

 

રાજકોટ તા.૯: અકસ્માત મૃત્યુ કેસમાં કારચાલકને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

આ કેસની હકીકત મુજબ બંસલ પેટ્રોલપંપ નજીક ચામુંડા હોટલ સામે અમદાવાદ નેશનલ હાઇવે પર કારચાલક પ્રદીપભાઇ સાર્દુલભાઇ ધાંધલનાઓએ તેમની માલીકીની કાર પુર ઝડપે બે ફીકરાઇથી ચલાવી બાઇક સવાર પ્રેમજીભાઇ સુખાભાઇ ઓળકીયાનાઓને ગંભીર રીતે ઇજા પહોંચાડેલ હતો અને તેમની પત્ની દુધીબેનનું સ્થાનીકે જ મોત નીપજાવેલ હતું. જે બનાવની ગુજરનારનાં પુત્રએ ફરીયાદ નોંધાવેલ હતી.

આ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી આરોપી વિરુધ્ધ પુરતો પુરાવો મળી આવતા પોલીસે આરોપી વિરૃધ્ધ ચાર્જશીટ ફાઇલ કરેલ હતી અને કોર્ટે ફરિયાદી, ઇજાપામનાર, તેમજ નજરે જોનાર સાહેદોને તપાસેલ હતા આરોપીએ તેમનો બચાવ કરવા  દેવાંગ એ.ત્રિવેદી તેમજ મૌલીક એ.જોશીને રોકેલ હતા જેમની ઉલટ તપાસ, રેકર્ડ પર આવેલ પુરાવો તેમજ આરોપી પક્ષની દલીલોને ધ્યાને લઇ આરોપી પ્રદીપભાઇ સાર્દુલભાઇ ધાંધલને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

આ કામને આરોપીએ તેમનો બચાવ કરવા એડવોકેટ દેવાંગ એ.ત્રિવેદી અને મૌલીક એ.જોશીની રોકેલ હતા

(3:36 pm IST)