Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

બ્રહ્મસેનાના સ્‍થાપક જગદીશ રાવલ રાજકોટ પૂર્વમાં શિવસેનામાંથી ઉમેદવારી નોંધાવશે

રાજકોટ તા. ૯ : ગુજરાત રાજય વિધાનસભા ૨૦૨૨ ની ૧૮૨ બેઠકોમાંથી બ્રહ્મસમાજની ૧૫ બેઠકો ફાળવવા કરાયેલ માંગણી ભાજપે ગ્રાહ્ય ન રાખતા બ્રહ્મસેનાના સ્‍થાપક પ્રમુખ જગદીશ રાવલે પોતે જ રાજકોટ પૂર્વ વિભાગમાંથી ઉમેદવારી કરવા નિર્ણય જાહેર કર્યો છે.

તેઓએ એક યાદીમાં જણાવ્‍યુ છે કે બ્રહ્મસમાજે ખુબ રાજકીય અન્‍યાય સહન કર્યો. હવે સહન નહીં થાય. હું શિવસેનાના ધનુષબાણના નિશાન સાથે રાજકોટ પૂર્વ વિભાગમાંથી ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યો છે. બ્રહ્મસમાજે સમર્થન જાહેર કરવા તેઓએ યાદીના અંતમાં અપીલ કરી છે.

(3:36 pm IST)