Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ગ્રસ્‍તોદય ચંદ્રગ્રહણનો અવકાશી નજારો : વિજ્ઞાન જાથા દ્વારા નિદર્શન કાર્યક્રમો

રાજકોટ : ભારતમાં ગઇકાલે ગ્રસ્‍તોદય ચંદ્રગ્રહણનો અવકાશી નજારો જોવા મળ્‍યો હતો. અમુક સ્‍થળે સાંજે ધુંધળા વાતાવરણ વચ્‍ચે માત્ર ત્રણ-ચાર મીનીટ માટે ચંદ્રના ઉદય સાથે ગ્રહણ જોવા મળ્‍યુ હતુ. લાલરંગના ચંદ્ર દર્શન ગ્રસ્‍તોદય સ્‍થિતિમાં નિહાળી લોકો રોમાંચિત થઇ ઉઠયા હતા. ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા નિદર્શન કાર્યક્રમ ગોઠવવામાં આવ્‍યો હતો. જયાં ચા-નાસ્‍તા સાથે ગ્રહણનું અવલોકન કરાયુ હતુ. તેમજ ગેરમાન્‍યતાઓનું ખંડન કરી લેભાગુઓની નકારાત્‍મક આગાહીઓની હોળી કરાઇ હતી. જિલ્લા-તાલુકા-ગ્રામ્‍ય કક્ષાએ જાથાની ૪૦૦ જેટલી શાખાઓમાં આવા કાર્યક્રમો થયા હતા. જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ ગ્રહણલક્ષી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, નિર્ભય જોશી, ચેતન સવાણી, નાથાભાઇ પીપળીયા, રાજુભાઇ યાદવ, હકુભાઇ બસીયા, વિનોદ વામજા સહીત કાર્યકરો અને શુભેચ્‍છકોએ કાર્યક્રમોને સફળ બનાવ્‍યા હતા.

(3:35 pm IST)