Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

કોડીનાર-થરાના દારૃના ગુનામાં એક વર્ષથી ફરાર રેલનગરનો કપિલ પકડાયો

અગાઉ વાપી, જુનાગઢ, મોરબી, રાજકોટમાં દારૃના સાત ગુનામાં સંડોવણીઃ ક્રાઇમ બ્રાંચ પીઆઇ બી. ટી. ગોહિલની ટીમે દબોચ્યો

રાજકોટ તા. ૯: કોડીનાર અને બનાસકાંઠા જીલ્લાના થરા પોલીસ સ્ટેશનના દારૃના ગુનામાં છેલ્લા એક વર્ષથી ભાગતાં ફરતાં શખ્સને શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધો છે.

ચૂંટણી અનુસંધાને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કાર્યવાહી કરવા અને ગુનાહિત પ્રવૃતિઓમાં સામેલ હોય તેવા શખ્સો પર નજર રાખવા તેમજ અગાઉના ગુનામાં ફરાર હોય તેવા શખ્સોને શોધી કાઢવા સુચના અપાઇ હોઇ તે અંતર્ગત ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએઅસાઇ ડી. સી. સાકરીયા, હેડકોન્સ. હરદેવસિંહ રાઠોડ અને ધર્મેશભાઇ ડાંગરને બાતમી મળી હતી કે કપીલ ઉર્ફ કમલેશ મોહનભાઇ પંજાબી (ઉ.૩૨-રહે. રૃદ્ર રેસિડેન્સી, શ્રધ્ધા એપાર્ટમેન્ટ સામે રેલનગર આસ્થા ચોક) ગીર સોમનાથના કોડીનાર પોલીસના અને બનાસકાંઠાના થરા પોીસના દારૃના ગુનામાં એક વર્ષથી ફરાર છે.

આ બાતમી આધારે કપીલને સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે પોતે આ ગુનામાં ફરાર હોવાનું કબુલતાં અટકાયતમાં લઇ કોડીનાર અને થરા પોલીસને જાણ કરાઇ હતી. અગાઉ પણ કપિલ વાપી, જુનાગઢ, મોરબી સીટી, ગીર સોમનાથ, રાજકોટ માલવીયાનગરના દારૃના સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

પોલીસ કમિશનરશ્રી, સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા ડીસીપી, એસીપી ક્રાઇમની રાહબરીમાં પીઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ સાકરીયા, હરદેવસિંહ જાડેજા, ધર્મેશભાઇ, અશોકભાઇ ડાંગર, જયપાલભાઇ બરાલીયા સહિતે આ કામગીરી કરી હતી.

 

(3:34 pm IST)