Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રાજકોટ ધારાસભા બેઠક ૬૮માં અશોક ડાંગર ૬૯માં મનસુખ કાલરીયા બની શકે છે ઉમેદવાર

નારાજ ડો. વસાવડાને મનામણાના પ્રયાસો

રાજકોટ, તા., ૯: કોંગ્રેસ રાજકોટ શહેરની ચાર બેઠકો માટેની ધારાસભા ૭૦ તથા ૭૧ની બેઠક પર મુરતીયાઓ જાહેર કરી દીધા છે ત્‍યારે હવે બાકીની બે બેઠકો ધારાસભ્‍ય  ૬૮ ઉપર અશોક ડાંગર તથા ૬૯માં મનસુખ કાલરીયાને મેદાનમાં ઉતારવામાં આવે તેવી સ્‍પષ્‍ટ સંભાવના નજરે પડે છે. બીજી તરફ ડો.વસાવડા સહીતના નારાજ આગેવાનોને મનાવવાના પ્રયાસો પણ થઇ રહયા છે.

ધારાસભા ૭૦ બેઠક પર ડો.હેમાંગ વસાવડાનું નામ નિヘતિ હતુ પરંતુ કોંગ્રેસમાં અમુક સમીકરણો ફરતા હિતેશ વોરાને ઉમેદવાર જાહેર કરાતા સમસમી ઉઠેલા ડો.હેમાંગ વસાવડા કાંઇક આડા અવડા ઓપરેશન કરી બેસે તે પહેલા તેમને મનાવી લેવાના પ્રયાસો થયા હતા અને તેમાં સફળતા પણ મળ્‍યાનું મનાય છે.

આમ કહેવાય છે કે બાકી રહેતી બેઠકોમાંથી ધારાસભા ૬૮ ઉપર અશોક ડાંગર, ભાનુબેન સોરાણી, મહેશ રાજપુતના નામો દિલ્‍હી ગયા છે એવી  જ રીતે ધારાસભા ૬૯ ઉપર પણ ગોપાલ અનડકટ, ગીરીશ ઘરસોંદીયા તથા મનસુખ કાલરીયાના નામો દીલ્‍હી હાઇ કમાન્‍ડ સમક્ષ મોકલાયા છે.

દરમ્‍યાન એવુ મનાય છે કે ૬૮ માં અશોક ડાંગર અને ૬૯માં મનસુખ કાલરીયાના નામો પસંદગી પામે તેવા સ્‍પષ્‍ટ નિર્દેશો મળે છે. ત્‍યારે અશોક ડાંગર પણ ભાજપને હંફાવી શકે છે તો કડવા પાટીદાર અને નગરસેવક તરીકેના સમય ગાળામાં મનસુખ કાલરીયા રાજકોટ પヘમિ વિસ્‍તારમાં ખુબ જ સક્રિય રહયા છે.

કોંગ્રેસ એક લેઉવા પાટીદાર અને બીજા કડવા પાટીદાર ઉમેદવારને શહેરમાં ચુંટણી જંગમાં ઉતારે તો ચારેય બેઠક પર ફાયદો થઇ શકે છે તેવુ ગણીત કોંગ્રેસ આગેવાનો માંડી રહયા છે.

રાજકોટ ૭૧ ગ્રામ્‍ય બેઠક પર ગત વર્ષે કોંગ્રેસે કરેલી ભુલને સુધારવાનો પ્રયાસ કર્યો છે. ગત વર્ષે સુરેશ બથવાર કોંગી ઉમેદવાર તરીકે નિヘતિ જ હતા. જીઇબીમાં ઇજનેર પદેથી રાજીનામુ તેમણે આપ્‍યુ અને ચુંટણી લડવાની તમામ તૈયારીઓ બથવારે કરી લીધી હતી. પરંતુ છેલ્લી ઘડીએ વશરામ સાગઠીયાને ઉમેદવાર જાહેર કરાયા હતા. જેણે કોંગ્રેસ સાથે રહેવાના બદલે બાદમાં આપનો સાથ પકડયો અને આ વખતે આપના ઉમેદવાર પણ છે.

(3:34 pm IST)