Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

જસદણની ૐ બીમાર નંદી ગૌશાળાના લાભાર્થે રાજકોટમાં શનિવારે ભવ્‍ય લોકડાયરો-રકતદાન કેમ્‍પ

કરૂણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ-સુરત અને વિવિધ સંસ્‍થાઓનો સહયોગ

રાજકોટઃ જસદણની ૐ બીમાર નંદી ગૌશાળાના લાભાર્થે રાજકોટમાં ભવ્‍ય લોકડાયરો અને રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા તા.૧૨ના શનિવારે સાંજે ૭ વાગ્‍યા સુધી ૧૧ સુધી આયોજીત આ લોકડાયરામાં કલાકારો સર્વશ્રી રાજભા ગઢવી, અલ્‍પા પટેલ, રાધીકા દાવડા, હિતેશ અંટાળા અને વિજય પટેલ રંગત જમાવશે. તો સાથોસાથ બાળકલાકાર આર્યન ભગત પણ જમાવટ કરશે

આ સાથે શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના સહયોગથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ગૌશાંતિ કનૈયા ગૌશાળા, ફ્રેન્‍ડ્‍સ કલબ-રાજકોટ, કરૂણા ફાઉન્‍ડેશન, એનીમલ હેલ્‍પલાઇન, પારૂલ ગૌ સેવા જીવદયા ટ્રસ્‍ટ, સદભાવના વૃધ્‍ધાશ્રમ ગૌ સેવા, લાડવા ગ્રુપ, શ્રીજી ગૌશાળા જેવી વિવિધ સંસ્‍થાઓના આગેવાનોના સહયોગ મળી રહયા છે.

આ લોકડાયરા થકી જે આવક થશે તે જસદણની ૐ બિમાર નંદી ગૌશાળા તેમજ અન્‍ય ગૌશાળાને અર્પણ કરવામાં આવશે. હાલ ઉકત ગૌશાળામાં ૧૫૦૦થઁી વધુ ગૌમાતાઓ નિવાસ કરે છે. ઉપરાંત આ ગૌશાળામાં બળદને પણ રાખવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા સર્વશ્રી રમેશભાઇ રૂડાણી, હિરેનભાઇ હાપલીયા, વિપુલભાઇ રાઠોડ, વાસુભાઇ મરજાદી, જયંતિભાઇ થાનકી, હેમંતભાઇ તળપદા, બાલાભાઇ અકબરી, રેનિશ ફળદુ, હર્ષભાઇ વાટલીયા, પરેશભાઇ વઘાસીયા, સુભાષભાઇ અકબરી અને ધીરૂભાઇ કાનાબાર વિ.ેજહેમત ઉઠાવી રહયા છે.

સ્‍થળઃ ન્‍યુ ૧૫૦ ફુટ રીંગરોડ, કરણઅર્જુન પાર્ટી પ્‍લોટની આગળ, ઠાકરચોક, રાજકોટ મો.૯૯૨૫૪ ૬૩૩૫૪, ૯૯૦૪૯ ૯૯૦૧૪, ૯૯૭૮૯ ૮૭૮૭૨

(3:33 pm IST)