Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રાજકોટ ચેમ્‍બર દ્વારા RBIના ટ્રેડ રીસીવેલબ ડીસ્‍કાઉન્‍ટીંગ સીસ્‍ટમ (TReDS) ઓનલાઇન પ્‍લેટફોર્મ અંગેની જાણકારી માટે સેમીનાર યોજવામાં આવ્‍યો

રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા-અમદાવાદના આસીસ્‍ટન્‍ટ જનરલ મેનેજર યશરાજ વૈષ્‍ણવ, આસીસ્‍ટન્‍ટ મેનેજર

શ્રી અનિકેત ભોયે તથા M1 એક્ષ્ચેન્‍જ-મુંબઇના સીનીયર વાઇસ પ્રેસીડેન્‍ટ શ્રી તુષાર બુચ ઉપસ્‍થિત રહેલ

રાજકોટ,તા. ૯: રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા તા.૮-૧૧-ર૦રર ના રોજ MSME સેકટરને મળવાપાત્ર લાભો તથા બીલ ડિસ્‍કાઉન્‍ટ મેળવવામાં સરળતા રહે તે માટે RBIના Trade Receivables Discounting System (TReDS) ઓનલાઈન પ્‍લેટફોર્મની સંપુર્ણ જાણકારી અર્થે સેમીનાર યોજવામાં આવેલ. જેમાં રીઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા-અમદાવાદના આસીસ્‍ટન્‍ટ જનરલ મેનેજરશ્રી યશરાજ વૈષ્‍ણવ, આસીસ્‍ટન્‍ટ મેનેજરશ્રી અનિકેત ભોયે તથા M1એક્ષ્ચેન્‍જ-મુંબઈના સીનીયર વાઈસ પ્રેસીડેન્‍ટ શ્રી તુષાર બુચ ઉપસ્‍થિત રહેલ.

સેમીનારના પ્રારંભે રાજકોટ ચેમ્‍બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવએ ઉપસ્‍થિત અધિકારીશ્રીઓ તથા ઉદ્યોગકારોને આવકારેલ. તેમજ સરકાર દ્વારા MSME એકમોને ખુબ જ પ્રોત્‍સાહીત કરવામાં આવી રહયા છે અને તેઓના વિકાસમાં વૃઘ્‍ધિ થાય તે માટે ઘણી સ્‍કિમો-રાહત પેકેજો પણ અમલમાં મુકેલ છે. ત્‍યારે MSME સેકટોરોને મળવાપાત્ર લાભોથી તેઓ વંચીત ન રહે અને સંપુર્ણ જાણકારી મળી રહે તે માટે આજરોજ આ સેમીનાર યોજેલ છે. જે ખુબ જ ઉપયોગી બની રહેશે.

સેમીનારમાં ખાસ ઉપસ્‍થિત રીઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા-અમદાવાદના આસીસ્‍ટન્‍ટ જનરલ મેનેજરશ્રી યશરાજ વૈષ્‍ણવએ આજનો આ સેમીનાર યોજવા બદલ રાજકોટ ચેમ્‍બર પ્રત્‍યે આભાર વ્‍યકત કરેલ. તેમજસરકાર દ્વારા MSME એકમો માટેના લાભો અને બીલ ડિસ્‍કાઉન્‍ટ મેળવવામાં સરળતા રહે તે માટે RBI દ્વારા શરૂ કરાયેલ Trade Receivables Discounting System (TReDS) ઓનલાઈન પ્‍લેટફોર્મ અંગે ટુંકી જાણકારી આપી આ સિસ્‍ટમોનો ખાસ લાભ લેવા અનુરોધ કરેલ.

સેમીનારના વકતા M1 એક્ષચેન્‍જ-મુંબઈનાશ્રી તુષાર બુચ દ્વારા સમગ્ર TReDS સિસ્‍ટમ અંગે પાવરપોઈન્‍ટ પ્રેઝનટેશન દ્વારા વિવિધ મુદાઓની જાણકારી આપતા ખાસ જણાવેલ કે સરકાર દ્વારા ર૦૧૮ માં નોટીફીકેશન જાહેર કરી આ ઓનલાઈન પ્‍લેટફોર્મ શરૂ કરાયેલ છે. જેમાં MSME એકમો લાર્જ કોર્પોરેટ બાયર કે જે પ૦૦ કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવનારને ગુડઝ સપ્‍લાય કરે છે. તેઓ પાસે બાકી બીલની રકમ તુરંત પરત મેળવી શકે તે માટે આ ખાસ સિસ્‍ટમ અમલમાં મુકેલ છે. જેમાં સેલર અને બાયર બન્‍નેએ વન ટાઈમ રજીસ્‍ટ્રેશન કરવાનું રહેશે. આ સિસ્‍ટમમાં MSME સપ્‍લાયર, લાર્જ કોર્પોરેટ બાયર તથા નેશનલાઈઝ ફાયનાન્‍સર બેન્‍કોનો સમાવેશ કરાયેલ છે. જેમાં હાલ ૩ એજન્‍સીઓને માન્‍યતા આપવામાં આવેલ છે. આ સીસ્‍ટમમાં પ્રથમ સેલર દ્વારા ગુડઝના બીલ અપલોડ કરવાના રહેશે જેને બાયર એકસેપ્‍ટ કર્યા બાદ વિવિધ નેશનલાઈઝ ફાયનાન્‍સર બેન્‍કો દ્વારા અમુક ટકા ચાર્જીસ વસુલી બીડ કરવામાં આવે છે. જેમાંથી સેલર બીડ કરેલ રકમને એકસેપ્‍ટ કરવાથી તેની બલીની રકમ ૪૮ કલાકમાં તેના ખાતામાં જમા થઈ જાય છે. આમ MSME સેકટરોને પોતાની વર્કિંગ કેપીટલમાં નુકશાની ન આવે અને પોતાનો ધંધો આગળ વધારી શકે. તેથી આ પ્‍લેટફોર્મમાં કોઈપણ જાતનું જોખમ રહેતું ન હોય તમામ MSME એકમો કે જેઓ લાર્જ કોર્પોરેટ બાયર સાથે વેપાર કરી રહયા છે. તેઓ આ TReDS સીસ્‍ટમનો ખાસ લાભ લેવા અનુરોધ કરેલ. તેમજ ઉદ્યોગકારો દ્વારા પુછાયેલ પ્રશ્‍નોનો યોગ્‍ય પ્રત્‍યુતર આપી નિરાકરણ લાવેલ.

સેમીનારના અંતે રાજકોટ ચેમ્‍બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાએ ઉપસ્‍થિત અધિકારીશ્રીઓ તથા ઉદ્યોગકારોનો સેમીનારમાં હાજરી આપવા બદલ આભાર વ્‍યકત કરેલ તથા સભ્‍યોશ્રીઓને કોઈપણ જાતની મુશ્‍કેલી કે સમસ્‍યા હોય તો રાજકોટ ચેમ્‍બરને મોકલી આપવા અનુરોધ કરેલ તેમજ સમગ્ર સેમીનારનું સંચાલન રાજકોટ ચેમ્‍બરના ટ્રેઝરરશ્રી વિનોદભાઈ કાછડીયાએ કરેલ. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:27 pm IST)