Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

પત્નિ છોડીને મહારાષ્ટ્ર જતી રહેતાં રાકેશે ફિનાઇલ પીધું

મોરબી રોડના રતનપરનો બનાવઃ યુવાન સારવારમાં

રાજકોટ તા. ૯: મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં વિનાયક વિલાસ પાસે રહેતાં રાકેશ ભગવાનજીભાઇ મનાણી (ઉ.૪૦) નામના કડીયા યુવાને સવારે છએક વાગ્યે ઘરે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ કુવાડવા પોલીસને જાણ કરી હતી.
રાકેશ કડીયા કામની મજૂરી કરે છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણે જણાવ્યું હતું કે તેની પત્નિ અનિતા કહ્યા વગર મહારાષ્ટ્ર માવતરે જતી રહી હોઇ અને ત્યાં ગયાના ચાર દિવસ પછી ફોન પર વાત પણ ન કરતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

 

(12:01 pm IST)