Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સેવા સંકુલ પ્રાથમિક શાળા અને ગૌશાળાનો ઉદ્‌ઘાટન સમારોહ : ઘુંવાડાબંધ ગામ જમણ

જશાપરમાં પૂ.ધીરગુરુદેવની નિશ્રામાં ૨૦મીએ

રાજકોટ,તા. ૯ : ભાણવડ તાલુકાના જશાપર ગામે શ્રી પી.એમ. ટ્રસ્‍ટના ઉપક્રમે પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં કિશોરભાઇ ભીમજીભાઇ સંઘવી પ્રેરિત શ્રીમતી માલિનીબેન કે. સંઘવી -સેવા સંકુલ અને જ્‍યાં પૂ.ધીરગુરૂદેવ ૧થી ૪ ધોરણનો અભ્‍યાસ કરેલ તે પ્રાથમિક શાળા તેમજ અનિલકુમાર ભૂપતલાલ મણિયાર (મસ્‍કત) ભકિતભવન હોલ, ડો.સી.જે. દેસાઇ અને જશંવતી દેસાઇ-ગૌશાળા અને વૃંદાવન વાટિકા તેમજ કે.ડી.કરમુર જયશ્રીકૃષ્‍ણ દ્વાર વગેરે નવનિર્મિત સંકુલોનો ઉદ્‌ઘાટન સમારોહ તા. ૨૦ને રવિવારે ૯ થી ૧૨ કલાકે ઉર્વિશભાઇ વોરા અને સમીરભાઇ શાહના સંઘપતી પદે યોજાયેલ છે.

જશાપરમાં વર્ષો સુધી સરપંચ પદે સેવા આપનાર અને ૮૦ વર્ષની વયે જૈનધર્મની દીક્ષા અંગીકાર કરનાર પૂ.પ્રેમગુરૂદેવ અને પૂ.ધીરગુરૂદેવ (પિતા-પુત્ર) પોતાની જન્‍મભૂમિમાં જ્‍યા માત્ર એક જ જૈનનું ઘર હોવા છતાં ગ્રામજનોની વિનંતીથી પ્રથમ જ વાર ચાતુર્માસ પધારતા અનેરો ધર્મોલ્લાસ છવાયો છે. ગ્રામજનોએ ૮ થી ૫૧ ઉપવાસ સુધીની ઉગ્ર તપヘર્યા કરી ઇતિહાસ સજર્યો છે.

વિવિધ વિભાગમાં શોભાબેન વાઘર, ઉષાબેન વાઘર, ચંદ્રિકાબેન ગોપાણી, પ્રફુલાબેન મોદી, અનિલાબેન સંઘવી, હર્ષાબેન શેઠ, જડાવબેન લાઘાણી, ડી.એલ. ધર્મસ્‍થાનક, વાલીબેન ગાગલીયા, શાંતાબેન મણિયાર, છબલબેન વોરા, અમીશાબેન વોરા વગેરે લાભાર્થી બન્‍યા છે.

ઉદ્‌ઘાટન સમારોહ બાદ ઘુંવાડાબંધ ગામજમણ અને રાત્રે  ૯ કલાકે કાન-ગોપી મંડળીનો કાર્યક્રમ યોજાયેલ છે. બહારગામથી પધારતાં મહેમાનોએ મો. ૯૮૨૪૨ ૩૩૧૭૨નો સંપર્ક કરવા શ્રી જશાપર સ્‍થાનકવાસી જૈન સંઘની યાદીમાં જણાવાયું છે.

(11:05 am IST)