Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ધોરાજી વિધાનસભા ક્ષેત્રમાં રાત્રે ફલાઇંગ સ્‍કવોડ સહિતની ટીમ દ્વારા વાહનચેકિંગ

ચૂંટણી અધિકારી લીખીયાના માર્ગદર્શનમાં વિવિધ વાહનોનું સઘન ચેકિંગ કરાયું

રાજકોટ, તા. ૮: રાજકોટ જિલ્લામાં વિધાનસભાની મુક્‍ત અને ન્‍યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્‍શન મોડમાં છે. જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્‍તારોમાં વિવિધ ટીમો દ્વારા તપાસ, સર્વેલન્‍સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

૭૫-ધોરાજી વિધાનસભા મત વિસ્‍તારના ચૂંટણી અધિકારી શ્રી જે એન લીખીયાની ઉપસ્‍થિતિમાં અને માર્ગદર્શન હેઠળ રાત્રિના ફલાઈંગ સ્‍ક્‍વોડની ટીમ, સ્‍ટેટિક સર્વેલન્‍સ ટીમ વગેરેને સાથે રાખીને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.

ચૂંટણી અધિકારી શ્રી લીખીયાએ જણાવ્‍યું હતું કે ૭૫ ધોરાજી વિધાનસભા મત વિસ્‍તારમાં ૩ ફલાઈંગ સ્‍કવોર્ડ અને ૩ એસ.એસ.ટી.ની ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ તેમજ પેટ્રોલીંગ રાઉન્‍ડ ધ ક્‍લોક ચાલુ છે.

(10:51 am IST)