Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

વિજયભાઇ રાજકોટમાં: બે બ્રિજ સહિત કામોનો પ્રારંભ

રૂડા દ્વારા ૪૯૬ આવાસો બનશેઃ અટલ સરોવર ડેવલપમેન્ટ તથા હોસ્પિટલ ચોક અને આમ્રપાલી ફાટકે બ્રિજ સહિતના પ્રોજેકટોનું ભૂમિપૂજન

રાજકોટ,તા.૯: સ્માર્ટ સિટી અંતર્ગત અટલ સરોવર ડેવલપમેન્ટ, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ટ્રાયએંગલ ઓવરબ્રીજ તથા આમ્રપાલી રેલ્વે ક્રોસિંગ ખાતે અન્ડરબ્રિજ ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સ ત્તા મંડળ (રૂડા) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામનાર આવાસો સહિતના રૂ.૨૯૯.૪૪ કરોડના વિવિધ પ્રોજેકટોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે.

અટલ સરોવરે ૧૩૬ કરોડ ખર્ચે અવનવી સુવિધા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત તૈયાર થયેલ અટલ સરોવરમાં અંદાજે ૪૦૦ મિલિયન લીટર વરસાદી પાણીની સંગ્રહ થયેલ છે. અટલ સરોવરનુ કુલ ક્ષેત્રફળ ૨,૯૩,૪૫૭ ચો.મી. છે, જેમાં વોટર બોડીનું કુલ વિસ્તારમાં ૯૨,૮૩૭ ચો.મી. છે. અટલ સરોવર ડેવલપમેન્ટ માટે રૂ.૧૩૬ કરોડના ખર્ચે અવનવી સુવિધા આપવામાં આવશે. જેમ કે, ગાર્ડન, વોકવે, આઈલેન્ડ, લેન્ડસ્કેપીંગ, પાર્ટી પ્લોટ, પાર્ટી લોન, બોટોનિકલ ગાર્ડન, ટોઈટ્રેઈન, ફૂડ કોર્ટ, બોટોનિકલકલોક, ફેરીસવ્હીલ, ગ્રામ હાટ, સાઈકલ ટ્રેક, બે એમ્ફીથીએટર, મોન્યુમેન્ટલ ફ્લેગ, પાર્કિગ એરિયા વિગેરે સુવિધા આવરી લેવામાં આવેલ છે.

ટ્રાય એંગલ બ્રિજ

આ ઉપરાંત, હોસ્પિટલ ચોક ખાતે ટ્રાયએંગલ ફ્લાયઓવર બ્રિજ અંદાજે રૂ.૮૪.૭૧ કરોડના ખર્ચે થશે. જેમાં, ફોરલેન ફ્લાયઓવર બ્રિજ, ૭.૦૦ મી.પહોળાઈની કેરેઝવે, બ્રિજ ડીવાઈડરની પહોળાઈ ૦.૦૩ મી., બન્ને તરફ ક્રેશ બેરિયર ૦.૪૫ મી., સર્વિસ રોડની પહોળાઈ ૬.૦૦ મી. ફૂટપાથની પહોળાઈ ૦.૯૦ મી. જવાહર રોડ તરફ બ્રિજની લંબાઈ ૨૯૯ મી., કુવાડવા રોડ તરફ બ્રિજની લંબાઈ ૪૦૦ મી., જામનગર રોડ તરફ બ્રિજની લંબાઈ ૩૬૭ મી.ની હશે.

આમ્રપાલી ફાટકે બ્રિજ

વિશેષમાં, રૈયા રોડ આમ્રપાલી ફાટક પાસે રેલ્વે અન્ડરબ્રીજ બનાવવામાં આવનાર છે. આ પ્રોજેકટનુ કામ રેલ્વે વિભાગ દ્વારા કરવામાં આવશે. આ પ્રોજેકટ અંદાજીત રૂ.૨૫.૫૩ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેમાં રૈયા રોડ તરફ અન્ડરબ્રીજની લંબાઈ ૧૭૯.૯૬ ર.મી., કિશાનપરા ચોક તરફ અન્ડરબ્રીજની લંબાઈ ૧૫૦.૭૫. ર.મી., રેલ્વે પોર્શનબ્રિજની લંબાઈ ૪૨.૯૦ ર.મી., બંને બાજુ બ્રિજની કરેઝ વિડ્થ ૬.૭૫ મી., બન્ને બાજુ સર્વિસ રોડની પહોળાઈ ૪.૫ મી., સૂચિત બ્રિજની લંબાઈ ૩૭૭.૨૧ ર.મી. છે. આ પ્રોજેકટથી આશરે ૬.૦૦ લાખ લોકોને લાભ થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે.

રૂડા દ્વારા ૪૯૬ આવાસ

રાજકોટ શહેરી વિકાસ સ ત્તા મંડળ દ્વારા ટી.પી. ૧૭, ફા. નં.૮૯ ખાતે ચ્ષ્લ્-૧દ્ગક્ન કુલ ૮૦ યુનીટ અને ટી.પી. ૧૭, ફા. નં.૯૫ ખાતે ચ્ષ્લ્-૨દ્ગક્ન કુલ ૪૧૬ યુનીટ મળી કુલ ૪૯૬ યુનીટ માટે ૫૩૨૦.૫૩ લાખની અંદાજીત કીમતવાળા કામ હાથ ધરવામાં આવશે. ચ્ષ્લ્-૧દ્ગક્ન યુનીટ જીૅ૭ માળના આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર સાથે દરેક લાભાર્થી માટે ૩૦ ચો.મી.નુ પાકું બાંધકામ આપવાનું આયોજન છે. ચ્ષ્લ્-૨દ્ગક્ન યુનીટ જીૅ૭ માળના આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર સાથે દરેક લાભાર્થી માટે ૪૦ ચો.મી.નુ પાકું બાંધકામ આપવાનું આયોજન છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડીવીઝનલ મેનેજર પશ્યિમ રેલ્વે પરમેશ્વર ફંકવાલ, તથા વોર્ડ નં. ૩ના કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા  શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ  નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:51 pm IST)
  • સુપ્રીમકોર્ટે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે : ચીફ જસ્ટિઝ કહ્યું કે બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી : ખોદકામ દરમિયાન મળેલ ઢાંચો બિન ઇસ્લામિક હતો : સુપ્રીમકોર્ટ :અયોધ્યા કેસમાં નિર્મોહી અખાડાનો દાવો રદ કરી નાખવામાં આવ્યો છે : મસ્જિદ કયારે બનાવામાં આવી તે ખબર પડતી નથી : સર્વસંમતિથી સુપ્રીમકોર્ટના જજોએ ચુકાદો આપ્યો છે : તમામ ધર્મોને સમાન નજરથી જોવાનું સરકારનું કામ નથી access_time 11:03 am IST

  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST

  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST