Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

રેસકોર્ષ-૨ વિસ્તારમાં બનશે બીજુ કાકરીયાઃ વિશેષ માહિતી

અટલ સરોવર ડેવલપમેન્ટમાં સાઈકલ ટ્રેક, બે એમ્ફી થીયેટર, આઈલેન્ડ સહિતની સુવિધાઃ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ તેમજ આંગણવાડીના બાળકોને એન્ટ્રી ટીકીટ ફ્રી

રાજકોટઃ. મહાનગરપાલિકા દ્વારા રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લીમીટેડ હેઠળ ટી.પી. સ્કીમ નં.-૩૨, રૈયા વિસ્તારમાં વિસ્તારમાં આરએસસીડીએલ દ્વારા નવા ત્રણ તળાવ વિકસાવવા અંગે આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં અંદાજીત ૧૦૦ વર્ષથી વધુ સમયગાળા બાદ ગુજરાત રાજ્યના મંત્રી વિજયભાઈ રૂપાણીની આગવી દ્રષ્ટિથી રાજકોટ શહેરને અટલ સરોવર સ્વરૂપે એક નવું તળાવ મળેલ જેનું સુજલામ સુફલામ યોજના અંતર્ગત ફેઈઝ-૧માં અટલ સરોવરને ઉંડા ઉતારવાનું કામ કરવામાં આવેલ. અટલ સરોવર સ્માર્ટ સીટી એરીયા બેઈઝડ ડેવલપમેન્ટ રૈયા વિસ્તારના ઉત્તર પશ્ચિમમાં આવેલું છે. આ સરોવરમાં અંદાજે  ૪૦૦ મિલિયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ થયેલ છે.

રાજકોટ સ્માર્ટ સીટી જેવલપમેન્ટલી.અટલ સરોવરને એક આગવી ઓળખ તરફ વિકસાવવામાં આવશે. જેમાં ગાર્ડન, લેન્ડસ્કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલકલોક, સાઇકલ ટ્રક, પાકિગ એરિયા, વોકવે, પાર્ટી પ્લોટ, ટોયટ્રેઇન, ફેરિસવ્હીલ, બે એમ્ફીથીયેટર, આઇલેન્ડ, પાર્ટી લોન, ફુડ કોર્ટ, ગ્રામ હાટ,મોન્યુમેન્ટલ ફલેગ, સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિક સ્કુલ તેમજ આંગણવાડીનાં બાળકોને એન્ટ્રી ટીકીટ ફ્રી રહેશે તેમજ અટલ લેઇક વિસ્તારમાં અન્ય સુવિધાઓમાં પણ કન્સેશન રહેશે. અટલ લેઇક વિસ્તારમાં ગ્રામહાટ તેમજ અન્ય ઉપયોગ માટે કુલ-૪૨ દુકાનોનું નિર્માણ કરવામાં આવનાર છે. આમ અટલ સરોવર થકી રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા તેમજ મનોરંજન માટે એક નવું સ્થળ મળી રહેશે.

(3:51 pm IST)