Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

દેશી દારૂની ડ્રાઇવઃ ૧૩ દરોડામાં ૧૦ ઝડપાયા

રાજકોટ તા. ૯ :.. શહેરના અલગ - અલગ વિસ્તારોમાં દેશી દારૂની બદીને નાબુદ કરવા માટે પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવી હતી. પોલીસે ૧૩ સ્થળે દરોડા પાડી દસ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં દેશી દારૂ અંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં એ. ડીવીઝન પોલીસે શાસ્ત્રી મેદાન નવા બસ સ્ટેશન પાસેથી રૂ. ૮૦ ના દેશી દારૂ સાથે હુસેન રજાકભાઇ દોસાણી (ઉ.ર૦) (રહે. ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર નં. રપ૦) ને  ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા સહિતે ઢેબર કોલોની પાસે ઝૂપડ પટ્ટીમાં દરોડો પાડી દારૂની ભઠ્ઠી  ચલાવતી કાંતા દોલુભાઇ ચુડાસમા (ઉ.૪૮) અને દયા ભીખાભાઇ પરમાર (ઉ.રપ) ને પકડી લઇ દેશી દારૂનો આથો તથા સાધનો મળી રૂ. ૧૧ર૦ ની મતા કબ્જે કરી હતી. તથા થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ. બી. આર. વાસાણી તથા જીજ્ઞેશભાઇ સહિતે ચુનારાવાડ શેરી નં. ૩ માંથી રૂ. ૧૬૦ નો દેશી દારૂ કબ્જે કરી અને ગુડના રમેશ ડાભી (ઉ.૩૩) (રહે. ચુનારાવાડ) ની અને કુબલીયાપરા શેરી નં. પ માંથી રૂ. ૧૬૦ નો દેશી દારૂ કબ્જે કરી રેખા પ્રદિપ ઉર્ફે પટ્ટી સોલંકી (ઉ.૪ર) (રહે. કુબલીયાપરા-પ) ની શોધખોળ આદરી છે. બાદ ચુનારાવાડ શેરી નં. ૧ માંથી રૂ. ૧૮૦ ના દેશી દારૂ સાથે અશોક રાજેશભાઇ બાંભણીયા (ઉ.ર૭) (રહે. ચુનારાવાડ શેરી નં. ૧) ને પકડી લીધો હતો. જયારે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. બુટાભાઇ ભરવાડ તથા રઘુવીરદાન સહિતે નવાગામ મામાવાડી મફતીયાપરામાં દરોડો પાડી રૂ. ૧ર૦ નો દેશી દારૂ કબ્જે કરી જયા જયંતીભાઇ પરમારની શોધખોળ આદરી છે. જયારે આજી ડેમ પોલીસ મથકના એએસઆઇ આર. જે. જાડેજા તથા જયપાલસિંહ સહિતે સ્વાતી પાર્ક મેઇન રોડ થી રૂ. ૮૦ નો દેશી દારૂ કબ્જે કરી હંસા રામજીભાઇ વાઘેલા (ઉ.૩૦) (રહે. સ્વાતી પાર્ક સામે) ની શોધખોળ આદરી છે. જયારે લાયાસરી રોડ પર પંચરત્ન પાર્ટી પ્લોટ સામેથી રૂ. ૬૦ નો દેશી દારૂ સાથે મુકેશ દામજીભાઇ કોળી (ઉ.ર૪) (રહે. વેલનાથપરા મ.પરા-૭) ને પકડી લીધો હતો. બાદ પ્ર.નગર પોલીસના હેડ કોન્સ. અરવિંદભાઇ અને જયેન્દ્રસિંહ સહિતે કીટીપરા મફતીયાપરામાંથી રૂ. ૪૦ ના દેશી દારૂ સાથે મુકેશ કાનજીભાઇ ઉડીયા (ઉ.ર૮) ને પકડી લીધો હતો. જયારે ગાંધીગ્રામ પોલીસ રૈયા રોડ હનુમાન મઢી પાસે છોટુનગર મફતીયાપરામાંથી રૂ. ૮૦ નો દેશી દારૂ સાથે કનુ ઉર્ફે કાના અમજીભાઇ વાજેલીયા (ઉ.રપ) ને અને હેડ કોન્સ. ખોડુભા સહિતે છોટુનગરની સામેથી રૂ. ૪૦ ના દેશી દારૂ સાથે મુકેશ મોહનભાઇ મકવાણા (ઉ.૩૬) ને પકડી લીધો હતો. જયારે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન. ડી. ડામોર સહિતે નાના મવા જડૂસ હોટલ પાછળ, ઝૂપડપટ્ટી પાસેથી રૂ. ૧૦૦ ના દેશી દારૂ સાથે સોની જગાભાઇ સાડમીયા (ઉ.ર૮) ને અને કણકોટ પાટીયા ગુજરાત હાઉસીંગના કવાર્ટર પાસેથી રૂ. ૧૮૦ ના દેશી દારૂ સાથે દડુ બહાદુરભાઇ તકમરીયા (ઉ.૩૬) ને પકડી લીધા હતાં.

(3:39 pm IST)
  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST

  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST