Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રાજકોટની ભાગોળે ૧૧૦૦ કરોડના ખર્ચે ૭પ૦ બેડની ''એઇમ્સ'' ઉભી થશે

હોસ્પીટલ ઉપરાંત ટીચીંગ એકેડેમિક બ્લોક-હોસ્ટેલ-સ્ટાફ કવાટર્સ-મેડીકલ સ્ટોર્સ રહેશે CM સમક્ષ AIMS નું સ્પે.પ્રેઝન્ટેશન :રરપ સુપર સ્પેશ્યાલિટી બેડ-૭પ ICU અને કેઝયુલીટી વોર્ડમાં ૩૦ બેડ રહેશેઃ ૧૬ લાખ સ્કવેર ફૂટમાં બાંધકામ

રાજકોટ,તા.૭: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં AIIMS સત્વરે ચાલુ થાય તે માટેની આનુષાંગિક કાર્યવાહીની સમીક્ષા ગઇ કાલે કરી હતી.

AIIMSરાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે તે સંદર્ભમાં ફેબ્રુઆરી ર૦ર૦ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી બાંધકામ શરૂ થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં AIIMSરાજકોટનું મોડલ તથા વિડીયો પ્રેઝન્ટેશન મારફતે હોસ્પિટલમાં ઉપલબ્ધ સગવડતાની વિગતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી.

રાજકોટમાં નિર્માણ થનાર આ અદ્યતન AIIMS રૂ. ૧૧૦૦ કરોડના ખર્ચે આકાર પામશે. ૭પ૦ બેડની કુલ કેપેસીટી તથા વિવિધ રર જેટલી સ્પેશ્યાલિટી ટ્રીટમેન્ટ તેમજ રરપ સુપર સ્પેશ્યાલિટી બેડ, ૭પ ICU બેડ અને કેઝયુલીટી વોર્ડમાં ૩૦ બેડ ઉપલબ્ધ થશે તેની વિગતો પણ શ્રી વિજયભાઇ રૂપાણીને આપવામાં આવી હતી.

આ બેઠકમાં જણાવાયું કે ૨૦૦ એકર જમીનમાં વિકસિત થઇ રહેલAIIMS રાજકોટમાં મુખ્ય હોસ્પિટલ, ટીચીંગ માટે એકેડેમિક બ્લોક, હોસ્ટેલ્સ, ફેકલ્ટી માટે રહેવાની વ્યવસ્થા, સ્ટાફ કવાર્ટર્સ, આયુષ માટે બ્લોક, દર્દીના સગાવહાલા માટે ધર્મશાળા વ્યવસ્થા, શોપીંગ સેન્ટર, કેન્ટીન કોમ્પલેક્ષ, દિનદયાળ ઔષધિ સ્ટોર્સ જેવી તમામ વિશ્વ કક્ષાની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને આ સંકુલમાં કુલ ૧૬ લાખ સ્કવેરફીટ બાંધકામમાં આ તમામ ફેસીટીલીટીનો સમાવેશ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ રાજય કક્ષાએથી રૂડા મારફતે ડી.પી. રોડ, પાવર કનેકશન, વોટર કનેકશન સહિત તમામ મંજુરીઓ-સગવડો તાત્કાલીક મળી જાય તેવી સુચના સંબંધિત અધિકારીઓને આપી હતી અને કેન્દ્ર સરકારની ટીમને તમામ મદદની ખાત્રી આપી હતી.

રાજકોટ AIIMSનાં કામ નજીકના ભવિષ્યમાં વેગવંતુ બની રહ્યુ છે. તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કરેલી આ સમીક્ષાથી કામગીરીમાં વધુ ગતિ આવશે.

આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી જયંતિ રવિ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, ભારત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓ તેમજ રાજકોટ AIIMS માટે મેન્ટર ઇન્સ્ટીટયૂટ તરીકે નિમાયેલ AIIMSજોધપૂરના પ્રતિનિધિઓ અને ડિઝાઇન કન્સલટન્ટશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:51 pm IST)
  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST

  • આજ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : શિવ સેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે દરેક સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે. હું ૨૪ નવેમ્બરે અયોધ્યા ની મુલાકાતે જઈશ ઉદ્ભવ ઠાકરે a કહ્યું હતું કે હું એલ કે અડવાણી ને મળવા પણ જઈશ અને તેમને અભિનંદન આપીશ તેઓએ આ કાર્ય માટે રથયાત્રા કાઢી હતી હું ચોક્કસ તેમને મળી અને આશીર્વાદ લઈશ access_time 6:31 pm IST

  • સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પત્રકાર પરિષદ : વકીલો સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડાશે : સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન અમે કરીએ છીએ : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાથી સંતુષ્ટ નથી : કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરીશુ નહિં : અમને ન્યાય મળ્યો નથીઃ અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ પ્રદર્શન કરે નહિં: રીવ્યુ પીટીશન દાખલ કરવા વિચાર કરાશેઃ મસ્જીદને શીફટ કરી શકાય નહિં : ચુકાદામાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યો છે access_time 1:07 pm IST