Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રાજકોટના એકરંગ ઇન્સ્ટીટયુટની મનો દિવ્યાંગ દિકરીઓ દ્વારા પુણેના સમારોહમાં 'સેમી કલાસીકલ' અને 'ફોલ્ક ડાન્સ'ની અદ્દભુત પ્રસ્તુતી

રાજકોટ : અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ પૂણે દ્વારા પુણે મુકામે યોજાયેલ 'ગ્લોબલ હાર્મની ૨૦૧૮' માં રાજકોટની એકરંગ માનસિક વિકલાંગ દિકરીઓએ ભાગ સેમી કલાકસીકલ અને ફોલ્ક ડાન્સની અદભુત રજુઆત કરી હતી. જે બદલ સ્પેશ્યલ એવોર્ડ એનાયત થયેલ. આ કાર્યક્રમ પૂર્ણ થયે દિકરીઓને શ્રીમંત દગડુ શેઠ ગણપતીબાપાના મંદિરે, સીંહગઢ ખાતેના શિવાજી મહારાજનો કિલ્લો, રાજીવ ગાંધી પ્રાણી સંગ્રહાલય, સારસ બાગ, કેસરી વાડા ખાતે લોક માન્ય તીલક મ્યુઝીયમ સહીતના સ્થળોની પણ મુલાકાત લેવડાવાઇ હતી. ઉપરાંત લોનાવાલા સ્થિત એકવા અમેજીકા રીસોર્ટમાં ભરપુર આનંદ માણવાની તક પુરી પડાઇ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રીમતી દીપીકાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હર્ષદ પ્રજાપતિ, હિરેન ત્રિવેદી, તેજલ સાંકળીયા, નિલેશ્વરી ગરવાલ, કિરણબેન વાઘેલાએ જહેમત ઉઠાવી હતી.  (૧૬.૨)

(4:32 pm IST)