Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ભાજપ દરેક ધાર્મિક ઉત્સવોમાં સામાજીક સમરસતાનું નિર્માણ કરી રહી છે : નીતિનભાઇ ભારદ્વાજ

રાજકોટ તા.૯ : પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજની ઉપસ્થિતિમાં શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, કિરણબેન માંકડીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, કંચનબેન સિધ્ધપુરા, જયોત્સનાબેન હળવદીયા, કલ્પનાબેન કિયાડા, ડો.દર્શીતાબેન શાહ, કાશ્મીરાબેન નથવાણીની ઉપસ્થિતિમાં વનભોજન ટીફીન બેઠકનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. સ્વાગત પ્રવચન નયનાબેન પેઢડીયાએ કર્યુ હતુ. આ બેઠકમાં નીતીનભાઇ ભારદ્વાજે જણાવ્યુ હતુ કે, ભાજપ પંચનિષ્ઠાને વરેલી પાર્ટી છે ત્યારે ભાજપ દરેક ધાર્મિક ઉત્સવોમાં સમાજને સાથે રાખી સામાજીક સમરસતાનું નિર્માણ કરી રહી છે તે અંતર્ગત પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિતે દરેક બહેનો સાથે વનભોજન લઇ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજય સરકારની મહિલાઓ માટે વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી અને સામાજીક શૈક્ષણિક અને આર્થિક રીતે પગભર થાય તે વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. આ તકે અંજલીબેન રૂપાણીએ મહિલાઓ માટે ન્યાય અને સમાનતા, સામાજીક, આર્થિક સશકિતકરણ માટેની જાગૃતી લાવવા માટેની રાજય સરકારની અનેકવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. ભાનુબેન બાબરીયા તેમજ ડો.દર્શીતાબેન શાહે પ્રાસંગીક પ્રવચન કર્યુ હતુ. આ તકે રૂપાબેન શીલુ, પ્રીતીબેન પનારા, દક્ષાબેન ભેંસાણીયા, લીલુબેન જાદવ, અલ્કાબેન કામદાર, સોનલબેન ચોવટીયા, રસીલાબેન વેકરીયા ઉપસ્થિત રહેલ. મહામંત્રી દેવાંગ માંકડ, રાજુભાઇ મુંધવા, મનોજ ડોડીયા, પ્રદિપ ચાવડાએ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યાલય પરિવારના પંકજભાઇ ભાડેશીયા દ્વારા નિર્દશન કરવામાં આવ્યુ હતુ. (૪૫.૧૧)

(4:27 pm IST)
  • સીરિયાના બળવાખોર કબ્જાગ્રસ્ત ઇદ્લીબ પ્રાંતના એક ગામ પર રશિયાએ ફરી કર્યા ઘાતક હવાઈ હુમલાઓ : ૬ બાળકો સહિત લગભગ ૪૪ લોકોના મોત થયાનું બહાર આવ્યું : જોકે રશિયાએ આ વાતનો રદિયો આપતાં કહ્યું છે કે તેમણે આ હુમલાઓ નથી કર્યા access_time 12:37 pm IST

  • હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે ચેતવણી આપી છે, જે મુજબ દેશના ઘણા વિસ્તારોમાં આંધી-તોફાન અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ, કોંકણ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશથી લઈને બંગાળ સુધી આંધી-તોફાન અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. access_time 2:40 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST