Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રાજકોટમાં પરફેકટ કોચિંગ ઇન્સ્ટિયુટનો પ્રારંભ

ધો-૭ થી ૧૨ના ગુજરાતી અને ઇંગ્લીશ મીડીયમના વિદ્યાર્થીઓને અનુભવી શિક્ષકો તાલીમ આપશે

રાજકોટઃ તા.૯, શિક્ષણ ક્ષેત્રે રાજકોટ હરણફાળ પ્રગતિ કરી રહયું છે. ત્યારે શિક્ષણને અનુરૂપ સજજતા સાથે વિદ્યાર્થીઓને પરફેકટ પ્લેટફોર્મ આપવાની નેમ સાથે રાજકોટના સાધુવાસવાણી રોડ પર વર્ધમાન કોમ્પલેક્ષ ખાતે પરફેકટ કોચિંગ ઇન્સ્ટિટયુટનો શુભારંભ કરાયો છે. જયાં ધો-૭ થી ૧૨ના  જી.એસ.ઇ.બી , સી.બી.એસ.ઇ.એ ત્રણેય બોર્ડના ગુજરાતી તથા ઇંગ્લીશ મીડીયમના વિદ્યાર્થીઓને તાલીમ બધ્ધ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તેમજ ધો -૧૦ એસ.એસ.સી. બોર્ડ તેમજ ધો-૧૨ સામાન્ય - કોર્મસ માટે બહોળો અનુભવ ધરાવતાં શિક્ષકો દ્વારા કોચિંગ કલાસ લેવામાં આવે છે. સાથે સાથે જેઇઇ, નીટ અને ગુજકેટની પરીક્ષા માટે પણ અહિ વિદ્યાર્થીઓને સાનુકુળ વાતાવરણ હેઠળ તૈયારી કરાવવામાં આવે તેવુ સંસ્થાનું આગામી આયોજન છે.

 એે.સી. કલાસરૂમમાં દરેક બેચમાં મર્યાદીત સંખ્યામાં વિદ્યાર્થીઓને અભ્યાસની તેૈયારી કરાવવામાં આવશે તેમજ તાલીમબધ્ધ અને અનુભવી શિક્ષકો એક-એક વિદ્યાર્થી પર પુરતુ ધ્યાન આપી તેના જ્ઞાનને વધારવા પ્રયત્નશીલ રહેશે.

 આ અંગે પરફેકટ કોચિંગ ઇન્સ્ટિટયુટના સંચાલીકા અને શહેરની ખ્યાતનામ સ્કુલોમાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર પુજા રાવલે જણાવ્યું હતુ કે  દરેક વાલીઓ પોતાના બાળકના ભવિષ્ય માટે ચિંતીત હોય છે. જેની ચિંતાને અમે હળવી કરીશુ જો બાળક અભ્યાસમાં નબળો હોયતો અમારા તાલીમબધ્ધ શિક્ષકો તેના જ્ઞાનનો વિકાસ કરાવવા તત્પર છે. અને સ્કુલ તેમજ એજયુકેશનમાં હોશીયાર વિદ્યાર્થીઓને વધુ આગળ  વધવા માટે અમારી સંસ્થા શિક્ષણ કાર્ય થકી મદદરૂપ બનશે. અનુભવી શિક્ષકો બાળકના એક-એક પ્રશ્નોના વ્યવસ્થિત અને સહેલાય પુર્વક નિરાકરણ માટે તૈયાર છે. એકવાર  કોચિંગ ઇન્સ્ટિટયુટની મુલાકાત લેવા પુજા રાવલે દરેક વાલીઓને અનુરોધ કર્યો છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪૦.૮)

(4:25 pm IST)