Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

જૈનમ્ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી નિઃશુલ્ક કોરોના વેકસીનેશન કેમ્પ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સફળ આયોજનને બિરદાવી શુભેચ્છા પાઠવી : ૩૦૧ લોકોએ મુકાવી રસી

રાજકોટ : કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા સમગ્ર દેશ અને ગુજરાત રાજયમાં શ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં કોરોના વેકસીનેશન માટે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશમાં ૪૫ વર્ષથી મોટી ઉંમરનાં દરેક ભાઈ-બહેન રસી મુકાવી કોરોના સામે રક્ષણ મળે તેવો ઘ્યેય છે. ત્યારે મહાનગરપાલિકા અને જૈન સમાજની સંસ્થા જૈનમ્ દ્વારા કોવીડ વેકસીન આપવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયુ હતુ. ગત રવિવારે શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ, ૯/૧૪ સરદારનગર, સરદારનગર મેઈન રોડ ખાતે સવારે ૯ થી બપોરે ૫ સુધી નિૅંશુલ્ક કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયેલ હતો. આ વેકસીનેશન કેમ્પમાં મેયર ડો.પ્રદિપભાઈ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, વિનુભાઈ ધવા નેતા - શાસક પક્ષ, ડો. રાજેશ્રીબેન ડોડીયા ચેરમેન આરોગ્ય સમિતિ,  એ. કે. સિંઘ તેમજ બી. સી. ૫્રજાપતિ - ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરશ્રી, પી.પી. રાઠોડ - આરોગ્ય અધીકારી તેમજ રાજુભાઈ એમ. પારેખ (ઉપપ્રમુખ સરદારનગર જૈન સંધ) ખાસ ઉપસ્થિત રહયા હતા. વેકસીનેશન કેમ્પમાં ગોંડલ સંપ્રદાયનાં ઉત્તમ પરિવારનાં બા.બ્ર.પૂ. શાંતાબાઈ મહાસતીજી આદી ઠાણાએ માંગલીક ફરમાવી વડીલ સાઘ્વીજી પૂ.શાંતાબાઈ મહાસતીજીએ સૌપ્રથમ વેકસીન લઈ કેમ્પનો પ્રારંભ કરાવેલ. આ કેમ્પમાં ૪૫ વર્ષથી વધુ ઉંમર ૩૦૧ ભાઇ-બહેનોએ વેકસીન લીધેલ હતી. જૈનમ્ ટીમ દ્વારા પધારેલ લોકો માટે મીનરલ વોટર બોટલ તેમજ છાસની સુંદર વ્યવસ્થા પુરી પાડવામાં આવેલ. જાણીતી સંસ્થા શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ, રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન અને શ્રી રજપુત યુથ કલબનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયેલ હતો. સાથે સાથે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ કેમ્પનાં સુંદર આયોજન બદલ જૈનમ ટીમને શુભેચ્છા પાઠવેલ હતી. જૈનમ્નાં જીતુ કોઠારી, જયેશ વસા, સુજીત ઉદાણી, મયુર શાહ, મેહુલ દામાણી, તરૂણ કોઠારી, નિલેશ ભાલાણી, વિક્રાંત શાહ,  અમીષ દોશી, નિલેશ શાહ, સેજલ કોઠારી,  અમીષ દેસાઈ, જયેશ મહેતા,  રાકેશ શાહ,  જીતુ લાખાણી,  નીપુણ દોશી, શૈલીન શાહ, ભાવિન ઉદાણી, મનીષ મહેતા,  હેમલ પરીખ, તેજસ ગાંધી,  દર્શન દેસાઈ, ભાર્ગવ પઢીયાર, અલ્પેશ ગોહીલ, દિવ્યેશ દોશી, અમીત દોશી, કિશોર શાહ, અશોક વોરા, ઉદય ગાંધી એ જહેમત ઉઠાવેલ હતી.

(4:07 pm IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા : રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,44,829 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,32,02,783 :એક્ટિવ કેસ 10,40,993 થયા વધુ 77,199 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19, 87, 940 થયા :વધુ 773 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,68,467 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 58,993 નવા કેસ નોંધાયા access_time 1:07 am IST

  • દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના 37 ડોકટરો બાદ હવે એમ્સના 30 થી વધુ ડોકટરો કોરોના સંક્રમિત : વેક્સિનના બંને ડોઝ લીધા હતા : છેલ્લા 24 કલાકમાં 7 હજારથી વધુ નાગરિકો કોરોના સંક્રમિત થયા access_time 4:52 pm IST

  • અક્ષરધામ મંદિર ૩૦મી સુધી બંધ : કોરોનાની મહામારીના પગલે ગાંધીનગર સ્થિત વિશ્વ સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે ૩૦ એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે access_time 3:56 pm IST