Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

રાજકોટના જંગલેશ્વરમાં હનીફ ઘોડીની જુગાર કલબ પર ભક્તિનગર પોલીસ ત્રાટકી ;ત્રણ ઝડપાયા : ઘોડી, જાવેદ અને નાશી ગયેલ છ શખ્શોની શોધખોળ

રાજકોટ : નામચીન હનીફ ઘોડીની જંગલેશ્વરની કલબમાં ભક્તિનગર પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં ત્રણ લોકોએ દબોચી લેવાયા છે જયારે હનીફ ઘોડી,જાવેદ અને નાશી ગયેલ શખ્શોની શોધખોળ હાથ ધરાઈ છે

પોલીસ કમીશ્નર, સંયુકત પોલીસ કમીશ્નર, નાયબ પો.કમી.સા. ઝોન -૧, મદદનીશ પો.કમી.સા.પુર્વ નાઓના માર્ગદર્શન હેઠળ હાલમાં ભકિતનગર પોલીસની કડકાઇના લીધે દરરોજ અલગ અલગ જગ્‍યા બદલાવી જુગાર ચલાવતા જંગલેશ્વરના કુખ્‍યાત અને જાણીતો જુગારી હનીફ ઉર્ફે ઘોડી તથા જાવીદ ઉર્ફે ભાણા દ્વારા સંચાલીતઘોડી પાસાના જુગાર ની નવી જગ્‍યાની પો.કોન્‍સ. ભાવેશભાઇ મકવાણાની ચોકકસ બાતમી આધારે જંગલેશ્વર એકતા કોલોની શે.નં. ૧ માં નદીના કાંઠે પાકા ઓટલાના અડા ઉપર ત્રાટકી ત્રણ જુગારીઓને પકડી જુગારનો મોટો કવોલીટી કેશ શોધી કાઢવામાં આવેલ છે.

આ રેઇડની ગુપ્‍તતા જળવાઇ રહે અને જંગલેશ્વરના આ કુખ્‍યાત જુગારીઓના પાયલોટોનુ નેટવર્કમાં પોલીસ ધ્‍યાનમાં ન આવે જેથી બંધ બોડીની રીક્ષા લઇ જંગલેશ્વરમાં રેઇડ વાળી જગ્‍યાએ ગયેલ અને રીક્ષાઓ માંથી પોલીસ સ્‍ટાફના કર્મચારીઓ નીચે ઉતરતા જુગાર રમતા જુગારીઓ પોલીસને જોઇને નાશ ભાગ મચી ગયેલ જેમાંથી નીચે મુજબના આરોપીને પકડી, પાડવામાં આવેલ હતા.

પકડાયેલ આરોપીઓ તન્‍વીર ઉર્ફે તનીયો રફીકભાઇ શીંશાગીયા (ઉ.વ.૩૬) રહે. જંગલેશ્વર શે.નં. ૧૭ રાજકોટ, સીકન્‍દર અલારખાભાઇ ડોડીયા(ઉ.વ.૨૭) રહે. જંગલેશ્વર શે.નં. ૧ રાજકોટ, રફીકભાઇ નુરમહમંદભાઇ પઢીયાર(ઉ.વ.૩૭) રહે. મોરબી જયારે જુગારના અડાના સંચાલક પકડવા પર બાકી આરોપીમાં હનીફ ઉર્ફે ઘોડી હુશૈનભાઇ જેસાણી રહે. જંગલેશ્વર રાજકોટ, જાવેદ ઉર્ફે ભાણો તૈયબભાઇ સમા રહે. જંગલેશ્વર રાજકોટ તથા રેઇડ દરમ્‍યાન નાસી ગયેલ ૬ અજાણ્‍યા માણસોની શોધખોળ શરૂ કરી છે. દરોડા દરમિયાન રોકડ રકમ રૂપિયા ૧,૪૧,૭૫૦/- તથા મોબાઇલ ફોન નંગ -૬ મળી કુલ રૂપિયા ૧,૫૪,૭૫૦/- નો મુદામાલ કબ્‍જે કર્યો છે.

આ કામગીરી કરનાર અધી./કર્મચારીઓ પો.ઇન્‍સ. વી.કે.ગઢવી, પો.સ.ઇ. પી.એમ. ધાખડા, પો.હેડ. કોન્‍સ. રણજીતસિંહ પઢારીયા, નિલેશભાઇ મકવાણા, ભાવેશભાઇ મકવાણા, દીપકભાઇ ડાંગર, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, વાલજીભાઇ જાડા, સલીમભાઇ મકરાણી, પ્રવીણભાઇ ગઢવી, રાણાભાઇ કુગશીયા, દિવ્‍યરાજસિંહ ઝાલા, ભાવિનભાઇ ગઢવી એ જહેમત કરી હતી.

(9:50 pm IST)