Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

ચાઇનીઝ દોરા-તુક્કલ અંગે ૩પ વેપારીઓને ત્યાં પોલીસની તપાસ

એનબીડબલ્યુ વોરંટ-નાસતા ફરતા આરોપીઓને ઝડપવા ડ્રાઇવ

રાજકોટ તા. ૯ :.. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસે ચાઇનીઝ દોરા તુક્કલ અંગે ૩પ વેપારીઓને ત્યાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને નોન બેલેબલ વોરંટની બજવણી તથા નાસતા ફરતા આરોપીઓને ચેક તેમજ વાહન ચેકીંગ અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી.

મળતી વિગત મુજબ પોલીસ કમીશનર અનુપમસિંહ, ગહલોતના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં ચાઇનીઝ દોરા, તુક્કલ અંગેના જાહેનામાની અમલવારી કરાવવા અંગેની ડ્રાઇવમાં કુલ ૩પ  વેપારીઓની દુકાનો ચેક કરી ત્રણ કેસ કરી રૂ. ૧,૩૦,૬૦૦ નો મુદ્માલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ નોન બેલેબલ વોરંટની બજવણી તથા નાસતા ફરતા આરોપીઓને ચેક તેમજ શરીર સંબંધી કેસના ગુન્હામાં સંડોવાયેલ શખ્સોને તપાસાયા હતાં. જેમાં નોન બેલેબલ વોરંટના ૮૧ આરોપીઓને ચેક કરી જેમાંથી કુલ રપ બજવણી કરવામાં આવી હતી તેમજ નાસતા ફરતા કુલ ૧૮ આરોપીઓ તથા શરીર સંબંધી ગુન્હામાં સંડોવાયેલ કુલ૧૭ તેમજ જાણીતા બે ગુન્હેગારને તપાસાયા હતાં. અને હદપારી ભંગ કરનારા પાંચ શખ્સોને પકડી લીધા હતાં. ઉપરાંત વાહન ચેકીંગ અંગેની ડ્રાઇવમાં કુલ ૧૧૦૦ વાહન ચેક કરી હેલ્મેટ વગરના તથા નંબર પ્લેટ વગરના તથા અન્ય ટ્રાફીક નિયમ ભંગ કરતા વાહન ચાલકોની કુલ ૭પ૦ એનસી કેસ કરી  રૂ. ૭૮,૩૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો. અને કુલ ૪૯ વાહન ડીટેઇન કરાયા હતાં. તેમજ ૧૬ ફોર વ્હીલર માંથી બ્લેક ફિલ્મ કાઢવામાં આવી હતી.

(4:18 pm IST)