Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

આ વખતે રાજકોટ જીલ્લાની ૮ વિધાનસભા બેઠકમાં કલેકટર તંત્રને ૧ર કરોડનો રેકર્ડ બ્રેક ખર્ચઃ ૮ કરોડ મંગાયા

કોન્ટ્રાકટરો-લેણદારોના રોજે રોજ મામલતદારો-ડે.કલેકટરો પાસે ધક્કાઃ સંપૂર્ણ હિસાબ પંચને મોકલી દેવાયો.. : સ્ટાફના પગારનું ચુકવણું પુરૃઃ ડીઝલ-મંડપ-ફર્નીચર-વાહન, વેબકાસ્ટીંગ-વીડીયોગ્રાફી-મજૂરી-FST-SSP-સીસી ટીવી આ બધાની ચૂકવણી હાલ અધધરતાલ...

રાજકોટ તા. ૯ :.. રાજકોટ કલેકટર તંત્ર-જીલ્લા ચૂંટણી તંત્રને આ વખતે શહેર- જીલ્લાની ૮ વિધાનસભા બેઠકની ચૂંટણી અધધધ કહી શકાય તેવા ૧ર કરોડના ખર્ચામાં પડી છે, આ રેકર્ડ બ્રેક ખર્ચ હોવાનું ચૂંટણી શાખાના સુત્રો ઉમેરી રહ્યા છે.

સુત્રોએ ઉમેર્યુ હતું કે, આજ સુધીમાં બે તબક્કે ૩ કરોડ ૮૦ લાખની ગ્રાંટ આવી છે, જે તો સ્ટાફના પગાર અને અન્ય કન્ટીજન્સી ખર્ચમાં ચટણી થઇ ગઇ છે, ટૂંકમાં વપરાઇ ગઇ છે, હવે બાકીના મોટા ટબા ચુકવવાના બાકી છે, ચૂંટણી પંચને સંપૂર્ણ હિસાબ અપાઇ ગયો છે, અને તંત્રે વધુ ૮ કરોડની માંગણી કરી છે.

જેમને હીસાબ-નાણા ચુકવવાના બાકી છે તેમાં ડીઝલ, મંડપ, ફર્નીચર, વાહનો, વેબ કાસ્ટીંગ, ઇવીએમ મેનેજમેન્ટ, ઇવીએમ ટ્રાન્સફર, મજૂરી, જીપીએસ સીસ્ટમ, એફ. એસ. ટી. સ્કવોડ, એસ. એસ. પી. સ્કવોડ, ઇવીએમનું એફએસએલ ચકાસણી કે  જે ૧ મહીનો  ચાલી તેનો ખર્ચ, વીડીયોગ્રાફી, સીસી ટીવી કેમેરા આ બધાનો ખર્ચ ચુકવવાનો બાકી હોય, હિસાબોમાં બીલો ઉમેરી દઇ કુલ વધુ ૮ કરોડ મંગાયા છે.

દરમિયાન આ નાણા આવ્યા નથી અને કોન્ટ્રાકટરો-ધંધાર્થીઓ અન્ય લેણદારોના રોજેરોજ મામલતદારો-ડે. કલેકટરો સમક્ષ ધકકા થઇ પડયા છે, ભારે દેકારો પણ મચી ગયો છે.

(3:41 pm IST)