News of Thursday, 8th December 2022
રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહીતના અગ્રણીઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ચારેય વિધાનસભા બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થવા બદલ શહેરીજનો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો જાહેર આભાર વ્યકત કરતા જણાવેલ કે ગુુજરાત વિધાનસભા
ચૂંટણીના પરીણામો જાહેર થઇ ગયા છે અને રાજકોટ શહેરની વિધાનસભા-૬૮ પૂર્વ, ૬૯-પશ્વિમ, ૭૦-દક્ષિણ, અને ૭૧-ગ્રામ્ય બેઠક ઉપર ભાજપનો જવલંત વિજય થયો છે અને કોંગ્રેસ-આપનો સફાયો થયેલ છે. રાજકોટની જનતાએ ભાજપને હંમેશા પ્રેમ અને હુંફ આપેલ છે., ત્યારે આ ચૂંટણીમા પણ શહેરીજનોએ ભારતીયા જનતા પાર્ટીમાં પુનઃ વિશ્વાસ મુકીને વિકાસને મત આપીને વિજેતા બનાવેલ છે. શહેરીજનોએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારે કરેલા અગણિત વિકાસ કાર્યોને લોકોએ અનુમોદન આપીને ભાજપને ખોબલે -ખોબલે મત આપીને પુનઃ ભાજપને શાસન સોંપેલ છે.
વધુમાં જણાવેલ કે ભારતીયા જનતા પાર્ટીના શાસનમાં રાજકોટ મહાનગરમાં પાયાની સુવિધાથી લઇને અનેકવિધ વિકાસના નાના-મોટા વિકાસ કાર્યો થયેલ છે. ત્યારે આગામી પાંચ વર્ષોમાં ભાજપના સંકલ્ટમાં દર્શાવ્યા મુજબના કામો હાથ ધરવામાં આવશે. ત્યારે શહેર ભાજપ 'કમલમ' કાર્યાલય ખાતે વિધાનસભા ચૂંટણી પરીણામો નિહાળવા માટે વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપસ્થિત અગ્રણીઓ તેમજ તમામા શ્રેણીના કાર્યકર્તાઓએ જીવંત પ્રસારણ નીહાળ્યુ હતું. ભાજપનો ભવ્ય વિજય થતા શહેર ભાજપ 'કમલમ' કાર્યાલય ખાતે આતશબાદી અને અરસપરસ મોં મીઠા કરાવી વિજ્યોત્સવ મનાવવામં આવ્યો હતો, અને 'ભારત માતા કી જય ' અને 'વંદે માતરમ'ના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ.ં
આ તકે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડો.ભરતભાઇ બોઘરા, બીનાબેન આચાર્ય, ગોવિંદભાઇ પટેલ, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, જીતુભાઇ મહેતા, કાશ્મીરાબેન નથવાણી સહીતના સાથે કોર્પોરેટરો બહોળી સંખ્યામાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આતશબાજી અને પરસ્પર મોં મીઠા કરાવી વિજ્યોત્સવ મનાવ્યો હતો. આ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશ જોષ્ૅાી અને કાર્યાલય પરીવારએ સંભાળી હતી.