Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

શિક્ષણ સાથે તાલીમનો સમન્વય અનિવાર્યઃ રાજ્યપાલ કોહલી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, કુલપતિ નિલામ્બરીબેન દવેની ઉપસ્થિતિમાં ૪૯૮૮૮ છાત્રોને પદવી એનાયતઃ ૭૨ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયતઃ મેડીકલ કોલેજની છાત્રા ઘાંચી ગજાલાને ૯ સુવર્ણચંદ્રક એનાયત

રાજકોટ, તા., ૮: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રંગમંચ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૩ મો પદવીદાન સમારંભ સવારે ૧૧.૩૦ કલાકે રાજયપાલશ્રી અને કુલાધીપતીશ્રી ઓમપ્રકાશ કોહલીજીના અધ્યક્ષ સ્થાને રાજયકક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત રાજયના રાજયપાલશ્રી અને કુલાધીપતીશ્રી ઓમપ્રકાશ કોહલીજી આવી પહોંચતા એન.એસ.એસ.ના કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજરાત શિક્ષણમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ પ્રો.નીલાંબરીબેન દવે ઉપસ્થિત રહેલ હતા.

કાર્યક્રમના પ્રારંભે રાજકોટની ડો. અર્જુનલાલ હિરાણી કોલેજના વિદ્યાર્થીગણ દ્વારા પ્રાર્થના કરવામાં આવેલ હતી. કાર્યક્રમનો પ્રારંભ ગુજરાતના મહામહીમ રાજયપાલશ્રી  ઓ.પી.કોહલીજી, ગુજરાત રાજયના શિક્ષણમંત્રીશ્રી (રાજયકક્ષા) શ્રીમતી વિભાવરીબેન દવે, કુલપતિશ્રી પ્રો.નીલાંબરીબેન દવે, કુલસચિવશ્રી ડો.ધીરેન પંડયા તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટયથી કરવામાં આવેલ હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો. ધીરેજ પંડયાઅ પ૩ માં પદવીદાન સમારંભની રૂપરખા અને જાણકારી આપેલી હતી. તેમણે જણાવ્યું હતુ઼ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ૦ વર્ષના સમય ગાળામાં એકેડેમિક, રીસર્ચ અને માળખાકિય સુવિધાઓના સંદર્ભમાં વિકાસથી હરણફાળ ભરી છે કઅને મને જણાવતા આનંદ થાય છે. આ યુનિવર્સિટીના એલ્યુમનાઇ આજે દેશમાં વિવિધ ઉચ્ચ પદો પર નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરી રહ્યા છ.ે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ પ્રો.નીલાંબરીબેન દવેએ પદવીદાન સમારંભમાં ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે સુવિધાથી માનવના આધારભુત જીવન મુલ્યો વિકાસે છે અને આવી સુવિધા મેળવવા માટે વિદ્યાર્થી, શિક્ષક, વાલી, સારી શિક્ષણ સંસ્થાઓ વગેરેનું હોવું અતિ આવશ્યક છ.ે વિદ્યા માત્ર જાણકારીઓનો ખજાનો નથી, વિવરણાત્મક જ્ઞાન નથી, પરંતુ તે માનવને પોતાના જીવનલક્ષ્ય સુધી લઇ જનારી ચિરંતન ઉર્જા છે તેમણે જણાવ્યું હતું કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે, પરંતુ આપણું ભાવનાત્મક વિશ્વ ધબકતું રહે તે જરૂરી છે. શિક્ષણની વર્તમાન સ્થિતિ વિશ્લેષણ માંગે છ.ે આજનું શિક્ષણ પરીક્ષાલક્ષી નહી, પરંતુ કેળવણીલક્ષી બની રહે તે મહત્વનું છે. એક પ્રબળ વિચારધારાથી જ આ પરિસ્થિતિ સુધરી શકે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સદાય વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે કાર્યરત રહી છે. શિક્ષણની ધુરા સંભાળનારા સૌ. કોઇ દ્વારા સતત ચિંતનથી જ પરિસ્થિતિમાં બદલાવ આવી શકે, આપના બધા પાસેથી પણ એવી આશા સેવી શકાય કે, આપસૌ પરિવર્તનના વાહક બનશો જ વિદ્યાર્થીમાં પડેલી દિવ્ય શકિતઓને તથા ઉર્જાને યોગ્ય દિશાએ વાળવા માટે આપણે સૌ પ્રતિબધ્ધ થઇએ ચોકકસ પણે સમાજમાં એક નવીન સ્ફુર્તીનો સંચાર થશે.

આ કાર્યક્રમમાં વિવિધ વિદ્યાશાખાના ડીનશ્રીઓ દ્વારા ડીગ્રી એનાયત કરવા માટે માન. કુલાધીપતીશ્રીને ભલામણ કરવામાં આવેલ હતી. તે ભલામણ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૪૯૮૮૮ દિક્ષાર્થીઓને પદવીઓ અર્પણ કરવામાં આવેલ હતી.

પદવીદાન સમારંભ પુર્ણ થયા બાદ રૂબરૂ પદવીઓ મેળવનાર વિદ્યાર્થીઓને સરળતાથી પદવીઓ મળી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમના સ્થળે ૧૩ ડીગ્રી વિતરણ માટેના કાઉન્ટરો શરૂ કરવામાં આવેલ હતા.

ગુજરાત રાજયના રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ પદવીદાન સમારંભને સંબોધતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ૩ માં વાર્ષિક પદવીદાન સમારોહમાં ૧૪ જેટલી વિવિધ વિદ્યાશાખાના ૪૯૮૮૮ દીક્ષાર્થીઓને પદવી અર્પણ કરવાના કાર્યક્રમમાં સહભાવી થવાનો અવસર પ્રાપ્ત થવા બદલ હું આનંદની લાગણી વ્યકત કરૂ છું. આજના પદવીદાન સમારોહમાં સર્વે પદવી પ્રાપ્ત કરનાર દીક્ષાર્થીઓ તથા ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને હું અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.

હુ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની છું અને આજે આ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજયના શિક્ષણમંત્રી તરીકે ઉપસ્થિત રહેવાનો મને અવસર પ્રાપ્ત થયો છે જેનો આનંદ છે. તેમણે શ્રીકૃષ્ણને યાદ કરતા જણાવ્યું હતુ઼ કે જેવી રીતે શ્રી કૃષ્ણ પોતાના દરેક કાર્યમાં પ્રતિબધ્ધતાનો ભાવ આપણને શીખવે છે તેવી જ રીતે આજના યુવાનોએ પોતાના દરેક કાર્યમાં નિષ્ઠા અને પ્રતિબધ્ધતા કેળવવી જોઇએ. તો યુવાનો હિમાલયને સર કરવા પણ સક્ષમ છે. શિક્ષણમંત્રીશ્રીએ પોતાના પ્રવચનમાં ગુજરાત રાજયની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા યુવાનો માટેનો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ જે વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવા માટે ફી ભરી શકતા ન હોય તેવા કુલ ૯૬૩૩પ વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ કુલ રૂ. ૩૭ર કરોડની સહાયનો લાભ મળેલ છે.

રાજયપાલશ્રી અને કુલાધિપતિશ્રી ઓમપ્રકાશ કોહલીજીએ દિક્ષાંત સમારોહમાં પ્રવચન આપતા જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ સમાજ અને રાષ્ટ્રમાં વિકાસના કામમાં અગ્રેસર રહે અને વિદ્યાર્થીઓ દેશના સાચા રાહબર બને છે અને સારા નાગરિક તરીકે ભારતનું નામ ઉજાગર કરે તેવી અપેક્ષા રાખું છું. વિદ્યાર્થીઓ શિક્ષણના માધ્યમથી દેશના આર્કિ વિકાસની સાથે સાથે એકે સારા નાગરિક ધર્મ અદા કરે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. વિદ્યાર્થી જયારે શિક્ષિત હોય ત્યારે દેશ દાઝ, દેશ ભકિત, પ્રમાણિકતા, નિષ્ઠા, ફરજ પાલન, જવાબદારી સહિતના ગુણો મૃત્યુપર્યંત જાળવે એ દેશની અને રાજયની અપેક્ષા હોય અને યુનિવર્સિટીઓ પણ દેશની અને રાજયની જરૂરીયાત પ્રમાણે અભ્યાસક્રમમાં ફેરફાર કરતા રહે અને તે મુજબના અભ્યાસક્રમો હિન્દુસ્તાનને સમગ્ર વિશ્વમાં અગ્રેસર તરીકે રાખશે.

શ્રી કોહલીજીએ આજના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજના યુગમાં વિશ્વવિદ્યાલયોએ માત્ર શિક્ષણ આપવાનું કાર્ય કરવાનું નથી, પરંતુ શિક્ષણની સાથે સાથે કૌશલ્ય એટલે કે તાલીમયુકત શિક્ષણ આપવું ખૂબજ જરૂરી છે અને યુનિવર્સિટીઓએ પોતાના વિદ્યાર્થીઓને સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. શિક્ષણનું સાચુ કામ વિદ્યાર્થીઓને સારા નરસાનો ભેદ શિખવવાનું છે, નૈતિક અને અનૈતિક વચ્ચેનો તફાવત સમજાવવાનું છે. યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને આ સમજ આપીને પોતાનીાસામાજીક જવાબદારીઓ નીભાવી મહત્વનું કામ પણ કરવાનું છે. આ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે આ યુનિવર્સિટીના એલ્યુમનાઇ છે અને યુનિવર્સિટીઓએ આવા એલ્યુમનાઇ કેવી રીતે સંસ્થાને ઉપયોગી થઇ શકે તે માટે વર્ષમાં એકવાર એલ્યુમનાઇ મીટનું આયોજન કરવું જોઇએ.

આ પદવીદાન સમારંભમાં સીન્ડીકેટ સભ્યશ્રીઓ  ડો. ભાવીનભાઇ કોઠારી, ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. વિજયભાઇ પટેલ, ડો. ગીરીશભાઇ ભીમાણી, પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. ધરમભાઇ કાંબલીયા, ડો. વિજયભાઇ દેશાણી, ડો. પ્રફુલ્લાબેન રાવલ, ડો. ભરતભાઇ રામાનુજ , ડો. પ્રવિણસિંહ ચૌહાણ, ડો. વિમલભાઇ પરમાર તેમજ વિવિધ વિદ્યાશાળાના ડીનશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, વિવિધ ભવનના અધ્યક્ષશ્રીઓ, સંલગ્ન કોલેજોના પ્રીન્સીપાલશ્રી, પ્રાધ્યાપકશ્રીઓ, યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આજના કાર્યક્રમનું સુંદર સંચાલન અંગ્રેજી ભવનના પ્રો. સંજય મુખર્જીએ કરેલ હતું અને કાર્યક્રમની આભારવિધિ પરીક્ષા નિયામકશ્રી ડો. અમીતભાઇ પારેખે કરેલહતી. રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયેલ હતો. .(૪.૧૧)

(4:41 pm IST)