Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

'ગાંધી દર્શન' સિરીયલના હસમુખભાઈ - પૂજાબેન દિલ્હીમાં

રાજકોટ : ગાંધી દર્શન ટીવી સીરીયલના હસમુખભાઈ પરમારના દિકરી પૂજાબેન પરમાર અને સહાયક ચતુરદાન દેવીદાન ગઢવી દિલ્હી ગયા હતા. હસમુખભાઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની ઓફીસે પત્ર આપ્યા છે. ત્યારબાદ કાશ્મીરી ગેઈટની મુલાકાત લીધી હતી. કશ્મીરી ગેઈટનું નિર્માણ શાહજહાંએ ૧૬૩૮માં કર્યુ હતું. આ સ્મારકનો ઉપયોગ ૧૮૫૭નું પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના સમયે સ્વતંત્ર સેનાનીઓએ અને બ્રિટીશ ફોજ બંનેનું અહિંયા સામસામે અથડામણ થયેલું ત્યારે સ્વતંત્ર સેનાનીઓએ કશ્મીરી ગેઈટથી તોપ દ્વારા બ્રીટીશ સેના પર હુમલો કર્યો અને બ્રીટીશ સેનાએ સ્વતંત્ર સેનાનીઓ પર હેવી ફાયરીંગ કર્યુ હતું. તેમાં કશ્મીરી ગેટના ગઢના ટોચકા અને કાંગરા ઉડાડી દીધા હતા. તેમના નિશાનો હજુ પણ કાશ્મીરી ગેઈટમાં મોજુદ છે. આ કાશ્મીરી ગેઈટએ પ્રથમ સ્વતંત્રતા સેનાનીઓનું પ્રતિક છે જેમણે દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરી દીધા.

આ જગ્યાએ મહાત્મા ગાંધીજી (બાપુ)એ પણ ૧૯૧૫ની આસપાસ શૈલેટ કાનુન માટે સત્યાગ્રહ કર્યો હતો. મહાત્મા ગાંધીજી જયારે પણ દિલ્હીમાં જતા ત્યારે સુશીલ રૂટ જે સેટ રહીફેન્સ કોલેજના પ્રોફેસર હતા. તેમને ત્યાં રોકાતા પછી મહાત્મા ગાંધીજીને ખ્યાલ આવ્યો કે કયારેક અંગ્રેજો હુમલો કરે તો કોલેજ અને સુશીલ રૂટને પણ નુકશાન પહોંચે તે ખ્યાલ આવતા મહાત્મા ગાંધીજીએ સુશીલ રૂટને ત્યાં જવાનું ઓછુ કરી દીધુ હતું. હસમુખભાઈ પરમાર દિલ્હીમાં ગાંધી નીધિ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ત્યાં પુરૂલીયા વેસ્ટ બેંગાલમાંથી આવેલા મોનબોધ માહાતો અને ભાસ્કરચંદ્ર માહાતોને મળેલા જેમણે મહાત્મા ગાંધીજી વિશેની વાત કરી કે પુરૂલીયા ગામમાં અસહયોગ આંદોલન અને સ્વદેશી આંદોલન જાગૃતિ માટે કામ કરેલુ ત્યાં મહાત્મા ગાંધીજી ગયા હતા.

હસમુખભાઈ પરમારે દિલ્હી ગેટ ટુ જામ્મા મસ્જીદ માર્કેટમાં વેપારી એસોસીએશનના અધ્યક્ષ શેખ શાલેમુદીનજી અને ત્યાંના નેતા ફીરદોસ મંસુરીજી અને તિરાહા બેરહમખાં ટ્રેડર્સ એસોસીએશનના સેક્રેટરી જાવેદ અલી સાથે મુલાકાત લીધી હતી.

સીરીયલ વિશેની વધુ માહિતી માટે હસમુખભાઈ પરમાર - ૮૩૪૭૯ ૫૩૭૮૪/ પૂજાબેન પરમાર - ૯૩૭૦૫ ૪૭૯૬૭નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:38 pm IST)