Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

૯૧ વર્ષની વયે પેન્શન માટે જુરતા સ્વાતંત્ર્ય સેનાની મનસુખ પંચાલ : બહેરા કાને અવાજ સંભળાશે ?

રાજકોટ તા. ૮ : સ્વતંત્રતાના જંગમાં હામ ભીડનાર સ્વાંત્ર્ય સેનાનીને આજે બે પૈસા માટે ઝુરી ઝુરીને રાહ જોવી પડે તેવી સ્થિતી નિર્માણ પામી છે.

૯૧ વર્ષની વયે પહોંચેલા મુળ સરધારના વતની અને હાલ ગાંધીનગર સેકટર ૨૩ ખાતેના શ્રી અરવિંદ કેન્દ્રમાં સ્થાયી થયેલા સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ પંચાલે 'અકિલા' સમક્ષ કથની વર્ણવતા જણાવેલ કે છેલલા પાંચેક વર્ષથી હું ઠેરઠેર રજુઆતો કરતો આવ્યુ છુ છતાય મારૂ પેન્શન ચાલુ કરવામાં આવ્યુ નથી. હવે જીવનના છેલ્લા દિવસોમાં ગુજારો કરવામાં મોટી મુંજવણી થઇ રહી છે.

જો કે પંચાલજી ખુદ કબુલે છે કે એક સમયે ચડતા પાણી હતા અને સુખ સમૃધ્ધિ સારા હતા એટલે મેં સામે ચાલીને જ પેન્શન સ્વીકારવાની ના પાડી હતી. પરંતુ હવે પાછલી જીંદગી દોઝખ બનતા મારે પેન્શન માંગવા લાચાર બનવુ પડયુ છે.

અહીં ઉલ્લેખનીય છે કે મનસુખભાઇ પંચાલ રાજકોટની રાષ્ટ્રીય શાળામાં ગાંધીજીને પણ મળી ચુકયા છે અને જામનગરમાં એક વખત સરદાર વલ્લભભાઇને પણ મળી ચુકયા છે.

તેઓ સાકલીસ્ટ પણ છે. સાયકલ ઉપર અનેક યાત્રાઓ કરીને દેશ આખો ફરી ચુકયા છે. ત્યારે તેમની પાછલી જીંદગી સુખરૂપ બની રહે તે માટે બહેરા કાને અવાજ સંભળાય તે ઇચ્છનીય રહેશે.

(4:35 pm IST)