Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઘંટેશ્વર કવાર્ટરમાંથી જહીદા બે બોટલ દારૂ સાથે પકડાઇ

રાજકોટ તા. ૮: જામનગર રોડ ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નં. ૮૭૮માં રહેતી જહીદા મોઇન કુરેશી (ઉ.૪૧)ને ગાંધીગ્રામના પી.એસ.આઇ. આર. જે. જાડેજા, કનુભાઇ બસીયા, વનરાજભાઇ લાવડીયા સહિતે રૂ. ૬૦૦ના બે બોટલ દારૂ સાથે પકડી લીધી હતી.

દારૂ પી વાહન હંકારતા વિજય સોનીની ધરપકડ

સરદારનગર-૧૯ સોનાલી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૨માં રહેતાં વિજયભાઇ અમૃતલાલ કછલા (સોની) (ઉ.૫૧) સાંજે દારૂ પીધેલી હાલતમાં એકટીવા હંકારીને લીમડા ચોક શાસ્ત્રી મેદાન પાસેથી પસાર થતાં એ-ડિવીઝનના એએસઆઇ રામગરભાઇ ગોસાઇ, કોન્સ. મેરૂભા ઝાલા સહિતે વાહન ચેકીંગ દરમિયાન પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ભવાનીનગરમાંથી હદપાર જીજ્ઞેશ ઉર્ફ પપ્પુ પકડાયો

રામનાથપરા ભવાનીનગર-૪માં રહેતો જીજ્ઞેશ ઉર્ફ પપ્પુ ભગવાનજીભાઇ ગોહેલ (ઉ.૩૩) હદપાર હોવા છતાં ઘર પાસે આવતાં એ-ડિવીઝનના હેડકોન્સ. બી. વી. ગોહિલ અને ડી. ડી. જાડેજાએ પકડી લીધો હતો.

(4:15 pm IST)