Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પૂ.પ્રમુખસ્વામી સંત પરમહિતકારી હતા : પૂ.મહંતસ્વામી

રકતદાન યજ્ઞમાં ૧,૯૯,૮૫૦ સીસી રકત એકત્ર : આજે સાંજે પૂ.બ્રહ્મવિહારી સ્વામીનું વકતવ્ય

રાજકોટ : વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ  અંતર્ગત આર્થિક જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક ઓપરેશન યજ્ઞ અંતર્ગત  રાજકોટના નિષ્ણાત ડોકટરો દ્વારા રજીસ્ટર્ડ થયેલા તમામ દર્દીઓની સારવારની પૂર્તિ આવનારા ૧૫-૩૦ દિવસમાં કરવામાં આવશે. સાથેસાથે સ્વામિનારાયણ નગરમાં છેલ્લા ત્રણ દિવસથી  બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે. જેમાં ત્રણ દિવસમાં ૫૫૦થી વધુ પુરૂષ-મહિલા ભકતો-ભાવિકોએ ૧,૯૯,૮૫૦સીસી રકતનું દાન કર્યું હતું.

ગઈકાલે પૂ. પ્રમુખસ્વામી મહારાજનો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ૯૮મા જન્મદિવસ નિમત્ત્।ે પ્રાતૅંકાળે પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચન વરસાવતાં જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ સંત પરમહિતકારી હતા એ એકદમ સાચી વાત છે. આવા(પ્રમુખસ્વામી મહારાજ જેવા)પુરુષનો ભેટો કયારેય થયો જ નથી. સંપ, સુહૃદભાવ રાખવો એમની દૃઢ ઈચ્છા છે. એકબીજાનું હિત થાય એવી શુભ ભાવના રાખવી.

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ  જેમણે પોતાના ૯૫ વર્ષના સમગ્ર જીવનકાળ દરમ્યાન ૧૭ હજારથી વધુ ગામો વિચરી, અઢી લાખથી વધુ ઘરોમાં પધારી અને ૭ લાખથી વધુ પત્રોના જવાબ આપી દીન દુઃખિયાનાં દુઃખોને સમાવી તેમજ માનવ ઉત્કર્ષના મહોત્સવો યોજી જેમણે માનવઉત્થાન અને જન-કલ્યાણની ગંગા નિરંતર વહાવી છે.  એવા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવન પર આધારિત નૃત્યનાટિકા સંત પરમહિતકારીની સાંયકાળે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અદ્બુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આજે સાંજે પ્રમુખસ્વામી મંડપમાં જન્મજયંતી મહોત્સવને સફળ બનાવામાં સહાયરૂપ શ્રેષ્ઠીઓ માટે સહાયક સન્માન સમારોહ યોજાશે. બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન વકતા અને મહોત્સવ સમિતિના અગ્રેસર સંત પૂ.બ્રહ્મવિહારી સ્વામી પ્રેરક વકતવ્યનો લાભ આપશે.(૩૭.૬)

(3:52 pm IST)