Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મંગળવારે ઓશોનો જન્મદિનઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે નિઃશુલ્ક ધ્યાન સાધના શિબિર

સ્વામી સત્યપ્રકાશ ઓશોના કાર્યો સાથે ૫૦ વર્ષથી સંકળાયેલા છે, નિજ મંદિરમાં ૩૫ વર્ષથી સેવાઃ જમ્બો કેક કપાશેઃ નવા વર્ષનું કેલેન્ડર- ડાયરીનું વિમોચન- પ્રવચનના કાર્યક્રમો

રાજકોટ,તા.૮: આગામી તા.૧૧ મંગળવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર (ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજની બાજુમાં, ૪- વૈદવાડી રાજકોટ) ખાતે ઓશો જન્મદિવસ ઉત્સવ નીમીતે એક દિવસીય ઓશો ધ્યાન સાધના શીબીરનુ આયોજન આ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્યપ્રકાશ દ્વારા કરવામાં આવેલ છે. આ શીબીરનું સંચાલન સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહ્યા) કરવામાં આવશે. સ્વામી સત્યપ્રકાશ ઓશોના કાર્ય સાથે છેલ્લા ૫૦ વર્ષથી સંકળાયેલા છે. તેઓ શ્રી રાજકોટ ખાતે ઓશો ધ્યાન મંદિરનું કાર્ય છેલ્લા ૩૫ વર્ષથી કરે છે.

આ શિબિર સવારે ૬ શરૂ થઈ ઓશોના વિવિધ ધ્યાન સાથે બપોરે ૧ વાગ્યે વિશ્રાંતી- પ્રસાદ ભોજન બાદ બપોરે ૩ ફરીથી ઓશોના વિવિધ ધ્યાન સાથે શરૂ કરી સંધ્યા સત્સંગ બાદ ઓશોના જન્મદિવસ નિમીતે ધ્યાન મંદિર તરફથી જમ્બો કેક કાપવાનુ કાર્યક્રમ રાખેલ છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૯નુ કેલેન્ડર તથા ડાયરીના વિમોચનનો કાર્યક્રમ રાખેલ છે. આ શિબિર નિઃશુલ્ક રાખેલ છે. કાર્યક્રમ બાદ રાત્રે ૮:૩૦ મહાપ્રસાદ(હરિહર) કાર્યક્રમ દરમ્યાન ઓશો સન્યાસી નિતીનભાઈ ચાંદેગ્રાનું વિશેષ પ્રવચન.

આજે વિશ્વમાં ઓશોના હજારો ધ્યાન કેન્દ્રો અને આશ્રમો છે. એમાના થોડા ઘણા ધ્યાન કેન્દ્ર અને આશ્રમોમાં નિયમીત ધ્યાન- સાધના થાય છે. એમાનું આ એક ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર છે. છેલ્લા ૩૫ વર્ષથી ધ્યાન સન્યાસ તથા ઓશો સાહિત્ય માટે ૨૪ કલાક ખુલ્લુ રહેતુ વિશ્વનું એક માત્ર ઓશો ધ્યાન કેન્દ્ર છે. જયાં દરરોજ સવારે ત્યાં સાંજે નિયમીત ઓશોના ધ્યાન થાય છે. દર માસે એક દિવસીય ધ્યાન શિબીર યોજાય છે અને વર્ષમાં ત્રણ થી ચાર મુખ્ય ત્રિદિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત ઓશોના તમામ વાર્ષિકોત્વસ જે તે સમયે ઉજવવામાં આવે છે. આ કેન્દ્રમાં ઓશોનું તમામ સાહિત્ય હિન્દી, અંગ્રેજી પુસ્તકો, સી.ડી.વી.ડી.લાઈબ્રેરી સીસ્ટમ તેમજ વેચાણ માટે ઉપલબ્ધ છે. ઉપરાંત દર મહિને પ્રસિધ્ધ થતા ઓશોને લગતા તમામ માસીકો તથા પાક્ષીકો વેચાણ માટે ઉપલબ્ધો છે. ઉપરાંત સ્વામીજી પુસ્તક પ્રદર્શન અવાર- નવાર યોજે છે જે ૧૦ દિવસથી ૧૨૦ દિવસ સુધીના હોય છે તથા આ કેન્દ્રમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ઓશો પુસ્તકોની લાયબ્રેરી ચાલુ હોય છે. તેમજ આધ્યાન કેન્દ્ર સંન્યાસ લેવા તેમજ ધ્યાન કરવા માટે ઓશો સાહિત્ય માટે ૨૪ કલાક હંમેશા ખુલ્લુ રહે છે. આ કેન્દ્ર ઉપર બહાર ગામથી આવતા સંન્યાસી મિત્રો માટે રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા છે. સ્વામી સત્યપ્રકાશજી સંચાલન કરે છે.

આ શિબિરના સંચાલક સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહયા)એ ઓશો પાસે જ સન્યાસ દિક્ષા અંગીકાર કરેલ છે અને ઓશોએ તેઓને શકિતપાત પણ આપેલ છે. સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી ધ્યાનની ગહનધારામાં ઉંડાણ ધરાવે છે. અને સાધકોને માર્ગદર્શન પુરૂ પાડે છે. સ્વામીજી જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારી છે. અને હાલ ઈશ્વરીયા પાર્ક હીલ ગાર્ડન ખાતે મેનેજર તરીકે પોતાની સેવાઓ આપે છે. અને ઓશોના પ્રસાર અને પ્રચારના કાર્યમાં જોડાયેલા છે.

આ શિબિર અંગે તેમજ વધુ માહિતી માટે સર્વેશ્રી સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (શ્રી આર.જે.આહયા) મો.૯૪૨૮૨ ૦૨૨૫૫, સ્વામી સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઈ કોટક મો.૯૪૨૬૯ ૯૬૮૪૩નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(૩૦.૨)

(11:38 am IST)