Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ઍક સામાન્ય ઝૂલતો પુલ બનાવી નથી શકતી તે ભાજપ સરકાર બુલેટ ટ્રેનમાં શું સુવિધા આપશેઃ મોરબી-ટંકારાના કોîગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પ્રહારો

આ વખતની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડશે

રાજકોટઃ મોરબી-ટંકારાના કોîગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ કગથરાઍ ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે.

વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતની મુલાકાતે આવી મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો હાથ ધરી રહ્યા છે. જો કે, બીજી તરફ ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલા મોરબીમાં બનેલી દૂર્ઘટના ગુજરાતમાં ઘેરા પડઘા પડી રહ્યા છે. જેને લઈને મોરબીના ટંકારા વિધાનસભાના ધારાસભ્ય લલીત કાગથરાએ મોરબીમાં બનેલી દૂર્ઘટનાને લઈને ભાજપ પર પ્રહાર કર્યા છે.

મોરબીમાં બનેલી દૂર્ઘટનામાં ઝૂલતો પુલ તૂટી ગયો હતો.જેમાં 141 જેટલા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં કેટલાક બાળકો,મહિલાઓ અને પુરૂષો પણ હતા. આ દૂર્ઘટનામાં અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. મોરબીનો એ દિવસ લોકો ક્યારેય નહિ ભૂલી શકે. જો કે, આ દૂર્ઘટનામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી ચાલી રહી છે. જો કે, આ દૂર્ઘટનાને રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો હતો. ત્યારે આ બધા વચ્ચે મોરબીના ધારાસભ્યે ભાજપ પર પ્રહાર કર્યા છે.

મોરબી ટંકારા વિધાનસભાના ધારાસભ્ય લલિત કથગરાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, મોરબીની ઝૂલતા પુલની જે દૂર્ઘટના બની છે. તે દૂર્ઘટના માનવ સર્જિત છે. એ દૂર્ઘટના કોઈ કુદરતી પ્રકોપ નથી. એ માનવનું જે મિકેનિઝમ છે. તેની ખામીને હિસાબે આ દૂર્ઘટના બની છે. આ ભારતીય જનતા પાર્ટી જે રીતે બહુ જ મોટી-મોટી વાતો કરતી હોય છે કે, અમે આ દેશમાં બુલેટ ટ્રેન લાવશું. અમે આ દેશની અંદર યુદ્વના ઉપકરણો બનાવશું,પ્લેન-હેલિકોપ્ટર બનાવશું. એ બધી વાતોના બણગા છે. એ લોકોમાં સાબિત થઈ ગયું છે કે,એક ઝૂલતો પુલ નથી બનાવી શકતા એ શું બુલેટ ટ્રેન લાવશે. આ માનસિકતાથી લોકોમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસનીયતા ગુમાવી દીધી છે. એ વહીવટ માટે સાવ પોકળ છે. એ માત્ર વાતો કરે છે. આની અસર આવતી ચૂંટણીમાં 100ટકા ભારતીય જનતા પાર્ટીની સામે માઈનસ થશે. અને ભાજપને બહું મોટો ફટકો પડવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. તમામ રાજકીય પક્ષો પ્રચાર પસારના કાર્યક્રમોનું આયોજન કરી મતદારોને સંબોધી રહ્યા છે. આ દરમિયાન મોટા-મોટા વચનો અને મોટી-મોટી ગેરંટીઓ પણ આપવામાં આવી રહી છે. બીજી તરફ પક્ષ વિપક્ષ વચ્ચે પણ શાબ્દીક પ્રહારોનું યુદ્વ ચાલતું જોવા મળી રહ્યું છે.

(5:27 pm IST)